અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.
ગુજરાતમાં થોડાક સમયથી જાણે ઔધ્યોગિક અકસ્માતોની વણઝાર લાગી હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા , પંચમહાલના ઘોઘંબાની GFL ફેકટરીમાં ગેસ લીકેજની દુર્ઘટના બની હતી. તો હવે , આજે વહેલી સવારે , અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સમાં ભયંકર આગ લાગી છે . આગના કારણે ધુમાડાના ગોટેગોટા દુરદુર સુધી દેખાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર , આસપાસના ૫ ગામોમાં ભૂકંપ જેવો ઝાટકો લાગ્યો હતો. ભીષણ આગના કારણે , ૧૨ જેટલા ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આમ હવે , ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા સઘન કામગીરી હાથ ધરી છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ. આગ એટલી ભયંકર હતી કે. તેની અસર ખરોડ , ભાઠી અને બાકરોલ જેવા આસપાસના ગામોમાં પણ અનુભવાઈ હતી. હવે સંઘવી ઓર્ગેનિક્સની આજુબાજુમાં આવેલી કંપનીઓને પણ ફાયર ફાઇટર્સ દ્વારા ખાલી કરાવવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગ વધુ વિકરાળ બની હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ધુમાડાના ગાઢ વાદળ દૂરથી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ આવવા લાગી હતી. ગઈકાલે 13 સપ્ટેમ્બરે પણ અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પાસે આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી બની હતી. ગુજરાતમાં ઔધ્યોગીક અકસ્માતો પાછલા થોડાક સમયથી સતત થઇ રહ્યા છે. આ પેહલા , પંચમહાલની GFL ફેકટરીમાં ગેસલીકેજની ઘટના અને તે પહેલા સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી ટેક્સટાઇલ મિલમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક બોઇલર ફાટતા ૪ કર્મચારીઓના મૃત્યુ થયા હતા.