ધંધુકાની બબાલમાં SITની રચના કરવામાં આવી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-19 18:15:39

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. 

ANI's Video on X

ધંધુકામાં હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. કેમ કે , ધર્મેશ ભરવાડની હત્યાના ન માત્ર ધંધુકામાં પણ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે બે આરોપી સમીર અને રિઝવાનની અટકાયત કરી લીધી છે. હવે એક SIT એટલેકે , સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.  ધંધુકામાં મામલાની ગંભીરતાને જોતા અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત DYsp પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં એક SIT એટલે કે , સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. DYSP પ્રકાશ પ્રજાપતિની સાથે , બે PI રઘુ કર્મટિયા અને કરણ વિહોલ હશે. સાથે જ PSI HS ઝાલા પણ આ SITનો ભાગ હશે. આ ટીમ ઘટનાના મૂળ સુધી પહોંચવા તમામ પુરાવા એકત્રિત કરશે. 

ANI's Video on X

અત્યારસુધીમાં પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  ત્યારપછી , પોલીસ દ્વારા ૧૦૦ થી ૧૨૫ લોકોના ટોળાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેકટર હર્ષરાજસિંહ ઝાલા પોતે ફરિયાદી બન્યા છે. પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે , ધર્મેશ ભરવાડનો જીવ લેવામાં આવ્યો ત્યારબાદ આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોનું ટોળું બેકાબુ બન્યું હતું. હાથમાં ઘાતક હથિયારો લઇને નીકળેલા ટોળાએ જાહેર સંપત્તિ અને ખાનગી મિલ્કતોને નિશાન બનાવી છે. પોલીસે આ તમામ હિંસક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઇને રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે. CCTV ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની ગતિવિધિ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ તો ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે