હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 26 નેતાઓ કહ્યું પાર્ટીને અલવિદા


  • Published By :
  • Published Date : 2022-11-08 12:15:31

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પૂર્વે હિમાચલમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના કુલ 26 નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.


જયરામ ઠાકુરે કર્યું કોંગ્રેસ નેતાઓનું સ્વાગત

હિમાચલમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 26 નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના ચૂંટણી પ્રભારી સુધન સિંહ દ્વારા તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


ઘટનાને જે.પી.નડ્ડાના નિવેદન સાથે જોડાઈ રહ્યું છે

શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા ચમન લાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ દેવેન્દ્ર સિંહ, યુવા કોંગ્રેસના પૂર્વ મહાસચિવ મુનીશ મંડલા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. હાલમાં જ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે કહ્યું હતું કે વિપક્ષમાં ઉલટફેર થવાનો છે. તેમના આ નિવેદનને આ ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે