જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દારૂ કેસમાં થઇ ધરપકડ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-06-01 20:58:55

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.   

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમને એક મોટી સફળતા હાંસિલ થઇ છે. મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ બે કરોડ ના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો-ફરતો ફરાર શખ્સ જેનું નામ છે હિતેશ ઉર્ફ વાન્ગો નરશીભાઈ બામભણીયાને પોલીસે ઝડપી પાડયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારી સહીત  ગંભીર ગુનાઓમાં સંડોવણી ધરાવે છે સાથે જ તેની પર ૧૯ ગુના દાખલ થઇ ચુક્યા છે. આ વાન્ગો બામભણીયાને ચોટીલા લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય દ્રારા રાજકોટ રેન્જ હસ્તક ના જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપી હતી જેને લઇ રાજકોટ રેન્જ ના પીઆઇ અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પૃથ્વીરાજસિંહ મોરી તથા પીએસઆઇ ચંદ્રેશકુમાર કાંટેલીયા સ્ટાફ દ્રારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા તપાસમાં હતા.

આ દરમ્યાન રાજકોટ રેન્જ IGની ટીમને બાતમી મળતા , વાન્ગો બામભણીયાને  ચોટીલા લાલા રઘુવંશી હોટલની બાજુમાં નગીન હોટલ પાસે જાહેર રોડ ઉપર થી પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ના હવાલે કરવામાં આવ્યો છે . આ વાન્ગો બામભણીયા પર મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના નં.૦૨૪૪/૨૦૨૬ પ્રોહી.કલમ ૬૫ (એ,ઇ), ૧૧૬ (બી), ૮૧, ૮૩, ૯૮( ૨) હેઠળ ગુનો નોંધાયેલો છે.  આ કામગીરીમાં રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય ના નેતૃત્વ હેઠળ આર.આર.સેલ ના પીઆઇ અપૂર્વ પટેલ ની સુચના થી પીએસઆઇ પૃથ્વીરાજસિંહ મોરી તથા પીએસઆઇ ચંદ્રેશકુમાર કાંટેલીયા સહિત સ્ટાફ ના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેષભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે