JNU કેમ્પસમાંથી કોણે પીએમ મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં નારા લગાવ્યા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-06 23:01:02

 જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. 

Jawaharlal Nehru University

 જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ પ્રદર્શન અને વાંધાજનક નારાબાજી કરવામાં આવી છે. આ પ્રદર્શન દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને દેશદ્રોહના આરોપી શરજિલ ઇમામના સમર્થનમાં થયું છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ‘મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર ’ જેવા નારા લગાવવામાં આવ્યા છે , જેના કારણે વિવાદ થયો છે. ભૂતકાળમાં પણ JNU આવા જ પ્રકારની નારેબાજીઓના કારણે સતત વિવાદોમાં રહી છે. JNUમાં આ વિવાદિત નારાબાજી અને પ્રદર્શન રાત્રિના સમયે સાબરમતી હોસ્ટેલની બહાર થયું છે. આ પ્રદર્શનમાં ડાબેરી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે થોડાક સમય અગાઉ ઉમર ખાલિદ અને શરજિલ ઇમામની જામીન અરજી નામંજૂર કરી હતી, જેના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું. વાત કરીએ શરજિલ ઇમામની તો તેમની પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે, કારણ કે તેમણે ‘ચિકન નેક’ કાપીને નોર્થ ઈસ્ટને ભારતથી અલગ કરવાની વાત કરી હતી. જ્યારે ઉમર ખાલિદ પર વર્ષ ૨૦૨૦માં થયેલા દિલ્હી રમખાણોમાં ભૂમિકા હોવાનો આરોપ છે.

બીજી તરફ , ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે , " સાપના માથા કચડી નાખવામાં આવી રહ્યા છે, નાના બચ્ચા વેદનાથી કણસી રહ્યા છે. જેએનયુમાં નક્સલવાદીઓ, આતંકવાદીઓ અને તોફાનીઓના સમર્થનમાંવાંધાજનક સૂત્રોચ્ચાર કરનારાઓ હતાશ છે કારણ કે નક્સલવાદીઓનો નાશ થઈ રહ્યો છે, આતંકવાદીઓની સામે કાર્યવાહી થઈ રહી છે અને કોર્ટ દ્વારા તોફાનીઓની ઓળખ કરવામાં આવી છે." JNUમાં PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નારા લાગ્યા તેને લઇને બીજેપીના નેતા ગિરિરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " JNU ટુકડે ટુકડે ગેંગની કેમ્પ ઓફિસ બની ચૂક્યું છે. તેમણે ભૂલવું ના જોઈએ કે આ ભારત છે , નરેન્દ્ર મોદીનું ભારત છે. ૨૧મી સદીનું ભારત છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની કબર ખોદવાવાળા પોતે કબરમાં જતા રહ્યા."



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે