સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ચક્રવાત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-28 20:55:08

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. 

Gujarat Local Body Election Result 2026: Gujarat Municipal Corporation,  Panchayats Election Results Couting Begins

વાત કરીએ પરિણામોની , તો ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓમાં ૧૦૪૪ બેઠકો પર જે મતગણતરી હાથ ધરાઈ તેમાં ૮૮૫ બેઠકો પર ભાજપ આગળ રહ્યું છે , ૭૯ બેઠકો પર કોંગ્રેસ આગળ રહી છે જયારે ૧૨ બેઠકો અન્ય અને આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. સુરતમાં 1995 બાદ પ્રથમ વખત વિપક્ષ નેતાનું પદ ખાલી રહેશે. સુરત પાલિકાની 120 બેઠકમાંથી ભાજપને ફાળે 115 આપ ને 4 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. પાલિકામાં સત્તાવાર રીતે વિપક્ષને સ્થાન મળે તે માટે સાત બેઠક જરુરી છે પરંતુ બે પક્ષ મળીને પણ સાત બેઠક થઈ શકે તેમ નથી. તેથી પાલિકા કચેરી 1995 પછી ફરી એક વાર વિપક્ષી કેબિન વિનાની જોવા મળશે એટલું જ નહી પરંતુ વિપક્ષી નેતા ન હોવાથી વિપક્ષને ગાડી કે ફોન પણ મળી શકશે નહીં. હવે વાત કરીએ , ૩૪ જિલ્લા પંચાયતની વાત કરીએ તો ૧૦૯૦ સીટો પર ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ૮૫૦ બેઠકો પર ભાજપ , ૧૨૮ બેઠકો પર કોંગ્રેસ , ૫૫ બેઠકો પર અન્ય અને AAP આગળ રહ્યા છે.  તાલુકા પંચાયતની વાત કરીએ તો , તેની ૫૨૩૪ બેઠકોમાંથી ૩૪૨૮ બેઠકો પર ભાજપ , કોંગ્રેસ ૯૨૭ બેઠકો પર , ૪૪૯ બેઠકો પર અન્ય અને આપના ફાળે ગઈ છે.  નગરપાલિકાઓમાં ૨૬૨૪ બેઠકોમાંથી ભાજપ ૧૯૩૮ બેઠકો પર આગળ રહ્યું , ૪૫૮ બેઠકો પર કોંગ્રેસ આગળ રહી , ૧૭૭ બેઠકો પર અન્ય અને આપ આગળ રહ્યા છે. 

BJP wins Gujarat local body elections with sweeping success

આ તમામ પરિણામો વચ્ચે , આમ આદમી પાર્ટીની ચર્ચા થઇ રહી છે. કેમ કે , નર્મદા જિલ્લા પંચાયત પર AAPનો કબ્જો થયો છે.  AAP દ્વારા ડેડીયાપાડા, ચીકદા , ગુડેશ્વર , વાલીયા, બગસરા, લાલપુર, જુનાગઢ, પોશીના, વિસાવદર, સાગબારા, છોટાઉદેપુર, કવાંટ એમ ૧૨ તાલુકા પંચાયત જીતી લીધી છે. આમ આદમી પાર્ટીએ ૨૦૨૭ના વિધાનસભાના જંગ માટે પોતાનો પાયો નાખી દીધો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે