વડોદરાના મકરપુરામાં લોકોએ સાંતા ક્લોઝને માર માર્યો, ધરાર કપડા ઉતાર્યા


  • Published By :
  • Published Date : 2022-12-23 20:55:21

વડોદરાના મકરપુરામાં મંગળવારે સાંતા ક્લોઝના કપડા પહેરેલા શશિકાંત ડાભીને ટોળાએ ધીબી નાખ્યો છે. શશિકાંત અવધૂત સોસાયટીમાં ક્રિસમસ મનાવવા પહોંચ્યો હતો. ક્રિસમસ સેલિબ્રેશન ચાલુ હોવાના કારણે તે સાંતા ક્લોઝના કપડા પહેર્યા હતા. ત્યાં ખ્રિસ્તી પરિવારના ઘરે ક્રિસમસનું ફંક્શન હતું જ્યાં તે વિશ કરવા માટે ગયો હતો. શશિકાંત જોડે ખ્રિસ્તી ધર્મના અમુક નેતા પણ હતા. 


અચાનક ટોળાએ સાંતા ક્લોઝને ધીબી નાખ્યો

અવધૂત કોલોનીમાં ખ્રિસ્તી પરીવારના લોકો શાંતિથી ક્રિસમસ ઉજવતા હતા ત્યાં અચાનક ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસી ગયું હતું. આ ટોળાએ જબરદસ્તી ઘરમાં ક્રિસમસની ઉજવણી બંધ કરી દીધી હતી તેવો ખ્રિસ્તી પરિવારે આક્ષેપ કર્યો હતો. કંઈ ખબર પડે તેની પહેલા જ ટોળાના લોકો સાંતા પર હુમલો કરવાનું શરૂ કરી દીધો હતો અને કપડા ઉતારવા કહ્યું હતું. કાર્યક્રમમાં જે લોકો હાજર હતા તે બધા લોકોને પણ ધમકાવવામાં આવ્યા હતા. ટોળાના લોકોએ કહ્યું હતું કે આ એરિયા હિંદુ વિસ્તારનો છે, એટલે અહીં આવા તહેવારો ઉજવી શકાય. ટોળાનું એવું કહેવું હતું કે શશિકાંત ડાભી હિંદુ વિસ્તારમાં સાંતા ક્લોઝના કપડા પહેરીને ફરી રહ્યો હતો અને ચોકલેટ વેચી રહ્યો હતો. 


મારામારીની આ ઘટનામાં એક મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી છે. ત્યાના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ખ્રિસ્તી ફાધરના પણ કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. પોલીસનું ધ્યાન પડતા તેમણે પણ કાર્યવાહી કરી હતી અને ફરિયાદ નોંધી છે. હવે ખ્રિસ્તી ધર્મના લોકોએ પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. તેમનું કહેવું છે કે આ બનાવ બાદ અમારી જીવને જોખમ છે માટે અમને પોલીસ પ્રોટેક્શન આપો. 





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે