ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો આ માસ્ટરસ્ટ્રોક કામ કરશે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-10 20:53:56

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૧૧મી તારીખ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે પણ નેતાઓ અને તેમના ટેકેદારોનું આવાગમન ચાલુ જ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સતાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે , કેમ કે , પાલનપુર શહેરના વોર્ડ નંબર ૧ના ભાજપના પૂર્વ નગર સેવક શાંતિ માળી અને તેમના પુત્ર પૂર્વ નગર સેવક આશિષ માળીએ ૧૦૦થી વધુ સમર્થકો સાથે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આશિષ માળી ભાજપ શાષિત પાલિકામાં પાણી પુરવઠાના ચેરમેન રહી ચુક્યા છે. સાથે જ હવે , ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈએ પણ ભાજપને રામ રામ કહીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી છે.  

મહેસાણામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ ચરમસીમાએ આવી ગયો છે. કેમ કે, ભારતીય જનતા પાર્ટીના ૨૦૦ જેટલા કાર્યકરોએ ભાજપને ટાટા બાય બાય કહીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી છે. આ માટે , મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા આ તમામ કાર્યકરોએ કોંગ્રેસમાં ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા છે.  પાટીદાર સમાજના કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. આ સમગ્ર મામલે ,  મરતોલી ગામના આગેવાન મહેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે , " ભાજપમાં અમારી કોઈ વેલ્યુ થઇ નથી એટલા માટે અમારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવું પડ્યું છે. આજે અમારી સાથે પાટીદાર યુવાનો અને ઠાકોર યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં અમારું મૂલ્ય ના જાળવતા ભાજપમાંથી કોંગ્રેસમાં આવવું પડ્યું છે. " આમ ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીને આંચકા આપ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રજા ક્યા પક્ષ પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે