પંચમહાલ કોંગ્રેસમાં પડ્યું ગાબડું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-16 21:10:30

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે. પંચમહાલ જિલ્લાના રાજકારણમાં આજે જબરદસ્ત ભૂકંપ જોવા મળ્યો છે. કેમ કે , જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કોંગ્રેસ પાર્ટીને નુકશાન થવાની ભીતિ છે. આજે ચેતનસિંહ પરમારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે. 


પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ દ્વારા આ રાજકીય ‘ઓપરેશન’ પાર પાડવામાં આવ્યું હતું. ચૂંટણીના ટાણે કોંગ્રેસના જિલ્લા પ્રમુખને ભાજપમાં જોડાવા માટે રાજી કરવામાં આવ્યા હતા, જેને ભાજપ માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી રહી છે. ઘોઘંબા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ વિકાસ સંકલ્પ સભામાં ચેતનસિંહ પરમાર સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.ચૂંટણી પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખના ભાજપમાં જોડાવાને કારણે પંચમહાલ કોંગ્રેસ સંગઠન હવે સુકાની વિહોણું બન્યું છે. આ ઘટનાના રાજકીય પ્રભાવ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી શકે છે.


ચૂંટણીઓ પહેલા જ સેનાપતિએ પક્ષ છોડતા જ પંચમહાલ કોંગ્રેસ આગેવાન વિહોણી બની ગઈ છે. કોંગ્રેસના મજબૂત સ્તંભ ગણાતા ચેતનસિંહના ભાજપ પ્રવેશથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. આ પક્ષપલ્ટા પાછળ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ , જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી અને કિસાન મોરચાના મહામંત્રી જયપાલસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓએ સૂક્ષ્મ આયોજન અને રાજકીય વ્યૂહરચના દ્વારા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ભાજપમાં લાવવામાં સફળતા મેળવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે