પોલીસે રાજા રઘુવંશીના કેસમાં કોર્ટમાં આ પુરાવા રજૂ કર્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-11 13:42:08

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે? 

Raja Raghuvanshi Murder Case : राजा रघुवंशी हत्याकांड में ललितपुर के चार  युवकों को किया गया गिरफ्तार - Raja Murder Case Four Arrested from Lalitpur  who helped Sonam Lover in Murder Of

ઈન્દોરનો હનીમૂન કાંડ જેમાં એક ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી અને તેની પત્ની સોનમ રઘુવંશી મેઘાલયના શિલોન્ગમાં હનીમૂન માટે ગયા હતા . તે પછી ત્યાં  રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવે છે. હવે આ કેસમાં નવી અપડેટ સામે આવી છે કે , રાજા રઘુવંશીના ચારેય હત્યારાઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે . કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારી વિગત છે કેમ કે , સોનમ દ્વારા એવું કહેવામાં હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . હવે તો રાજા રઘુવંશીના ભાઈ સચિને સોનમની માં પર એવો આરોપ લગાવ્યો છે કે , રાજાની હત્યામાં સોનમ રઘુવંશીની માતા પણ શામિલ છે . છે. " હવે સોનમ રઘુવંશી સહીત ચારેય આરોપીઓને મેઘાલયના શિલોન્ગમાં લાવવામાં આવ્યા છે .આ તમામ આરોપીઓને શિલોન્ગની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ તમામ આરોપીઓની રિમાન્ડની માંગણી કરશે. 

Raja Raghuvanshi Murder Case Sonam And Four Arrested - Amar Ujala Hindi  News Live - Raja Sonam Raghuvanshi Case:क्या काम करते थे आरोपी, एक हुई  दोस्ती और फिर बनाई राजा की हत्या

હવે વાત કરીએ કે , સોનમ રઘુંવશીની વિરુદ્ધમાં ક્યા પુરાવા પોલીસને હાથ લાગ્યા છે? આ તમામ પુરાવામાં , પોલીસની સામે  ચારે આરોપીઓનું કબૂલાતનામું છે જેમાં તેમણે કહ્યું છે કે , તેમણે જ રાજા રઘુવંશીનું મર્ડર કર્યું છે સાથે જ માસ્ટરમાઈન્ડ સોનમ રઘુવંશી હતી . પોલીસ આ સાથે જ હોટલના માલિકનું નિવેદન લેશે જ્યાં સોનમે અને રાજાએ સ્કૂટી ભાડેથી લીધું હતું જે થકી તેઓ હોમ સ્ટે પર ગયા હતા . ઉપરાંત એ દુકાનદારનું નિવેદન પણ નોંધવામાં આવશે જ્યાંથી હથિયાર ખરીદવામાં આવ્યું હતું . આરોપી આકાશની ટી શર્ટ પર લોહી થી લથપથ હતી. સોનમના રેનકોટ પર પણ લોહી લાગેલું છે . કોન્ટ્રાકટ કિલર્સના ફિંગરપ્રિન્ટ જે સામે આવ્યા છે , તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને તેની કોલ ડિટેઇલ સામે આવી છે . ફ્લાઇટ અને ટ્રેનની ટિકિટ , આરોપીઓ સાથે સોનમનો સંવાદ આ મહત્વના પુરાવા જે પોલીસ સાથે છે . આ ઉપરાંત કેટલીય ડિજિટલ ફિંગરપ્રિન્ટ મળી આવી છે .




ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.