રાજકોટમાં ભાજપ અસંતોષ દૂર કરી શકશે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-18 17:37:11

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે. 

રાજકોટ મહાનગરપાલિકામાં ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ૨૬મી એપ્રિલે મતદાન યોજાવાનું છે , ત્યારે ભારતીય જનતા પાર્ટીની નજર રાજકોટ શહેરમાં રહેતા લેઉવા પાટીદાર સમાજ પર છે. હવે , રાજકોટના અલગ અલગ વોર્ડના ભાજપના ઉમેદવારો સાથે ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત થઇ છે. આ બેઠકમાં સામાજિક આગેવાન નરેશ પટેલ અને રાજકોટ દક્ષિણના MLA રમેશ ટીલાળા પણ હાજર હતા. ત્યારે , આગામી ચૂંટણીઓમાં લેઉવા  પાટીદાર મતોને રીઝવવા માટે ભાજપે કવાયત શરુ કરી છે. આ માટે સરદાર ભવનમાં ભાજપના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા અને નરેશ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી છે. આ વખતે રાજકોટમાં કોંગ્રેસ , ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ થાય તેવી સંભાવના છે. 

હવે વાત કરીએ, રાજકોટ મહાનગરપાલિકામાં ૨૦૨૧માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઇ હતી. તેમાં ભારતીય જનતા પાર્ટીએ ૭૨માંથી ૬૮ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો જયારે કોંગ્રેસને ૪ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ વખતની ૨૦૨૬ની ચૂંટણીઓમાં રાજકોટમાં ભાજપ માટે રાહ આસાન નથી કેમ કે , થોડાક સમય અગાઉ , સાંસદ પરષોત્તમ રૂપાળા દ્વારા ભાજપના પૂર્વ નગરસેવક સુરેન્દ્રસિંહ વાળા અને નીતિન રામાણી સાથે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. નીતિન રામાણીને ટિકિટ ન મળતા પક્ષના કાર્યાલય પર જઈને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમના સમર્થકોએ પણ સોશિયલ મીડિયા અને રસ્તા પર ઉતરીને પક્ષના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સ્થિતિમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે માટે રૂપાલાએ મધ્યસ્થી કરી બંને નેતાઓને શાંત પાડ્યા હતા. એ પહેલા , ભાજપના પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના ઘરે નારાજ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ નારાજ કાર્યકરોમાં , હેમુ પરમાર , નીતિન રામાણી , શૈલેષ ડાંગર , સુરેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્ર ભગત , સંજય દવે અને જીગ્નેશ જોશીનો સમાવેશ થાય છે. 

આ પછી , જગદીશ વિશ્વકર્માએ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા જ્યોતીન્દ્ર મહેતા મામાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યોતીન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાએ પક્ષ પાસે ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુલાકાતમાં પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે રાજ્યસભાના MP રામ મોકરિયા અને શહેર પ્રમુખ માધવ દવે પણ હાજરઃ હતા બીજી તરફ , કોંગ્રેસ માટે પણ રાહ આસાન નથી , રાજકોટના વોર્ડ નંબર ૧૫ કે જે કોંગ્રેસના ગઢ ગણાતા આ ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે , આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખાભાઇ મોરવાડીયા અને અપક્ષ દેવરાજભાઇ સોનારાએ પોતાના ફોર્મ પરત ખેંચી ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાને સમર્થન જાહેર કર્યું છે.  આ સમગ્ર રમત પાછળ , કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ આ રમત પાછળ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું મનાય છે. ભાજપના રણનીતિકારોએ દિગ્ગજ નેતા વશરામ સાગઠીયાને હરાવવા માટે અત્યારથી જ મોરચો મજબૂત કરી દીધો છે. બે મજબૂત ઉમેદવારો હટી જતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે