Suratમાં જાહેરમાં મહિલા પર કરાયો હુમલો, તીક્ષ્ણ હથિયારથી ઘાયલ કરી પ્રેમી થયો ફરાર, ગ્રીષ્મા હત્યાકાંડ સર્જાતા રહી ગયો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-25 18:24:44

છોકરીઓ માટે જો સૌથી વધારે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું તો તે હતું ગુજરાત... ગુજરાતમાં રહેતી છોકરીઓ પોતાને સુરક્ષિત મહેસુસ કરતી હતી પરંતુ સમયની સાથે સાથે પરિસ્થિતિમાં બદલાવ આવ્યો. ગુજરાતમાં હવે છોકરીઓ સુરક્ષિત નથી તેવા અનેક કિસ્સાઓ આપણી સામે પ્રતિદિન આવી રહ્યા છે. છોકરીઓ પર હુમલા થઈ રહ્યા છે. આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં રહેલી પ્રેમિકા પરત ઘરે ફરી રહી હતી ત્યારે તેની પર તેના જ પ્રેમીએ હુમલો કર્યો હતો. જે વ્યક્તિએ હુમલો કર્યો છે તેનું નામ વિષ્ણુ વસાવા છે તેવી માહિતી સામે આવી છે. 

અંધાશ્રમ ફાટક પાસે મહિલા પર હુમલો

લીવ ઈનમાં રહેતો પ્રેમી કરતો હતો પ્રેમીકાને હેરાન!

ગુજરાત પ્રતિદિન મહિલાઓ માટે અસુરક્ષિત બની રહ્યું છે. યુવતીઓ હુમલાનો શિકાર બની રહી છે. ઘણા સમય પહેલા ગ્રીષ્મા હત્યાકાંડ થયો હતો ત્યારે એવી જ ઘટના બનતી રહી ગઈ છે. પ્રેમિકાને જબરદસ્તી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. સુરતમાં પ્રેમીએ પ્રેમીકા પર જીવલેણ હુમલો કર્યો છે. મળતી માહિતી સુરતના ખટોદરા રાયકા સર્કલ પાસે આ ઘટના બની છે. પ્રેમીએ જ પ્રેમીકા પર જીવલેણ હુમલો કર્યો છે. બે વર્ષથી બંને લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. પરિવારની મરજી વિરૂદ્ધ જઈ યુવતી તેની સાથે રહેતી હતી અને પ્રેમી તેની સાથે મારઝુડ પણ કરતો હતો. યુવતી પોતાના ઘરે પાછી આવી ગઈ. વારંવાર પ્રેમી પ્રેમીકાને હેરાન કરતો હતો.



પ્રેમીકા પર પ્રેમીએ કર્યો જીવલેણ હુમલો 

પ્રેમી પ્રેમીકાને હેરાન પરેશાન તો કરતો હતો પરંતુ આજે તેણે તમામ હદ વટાવી દીધી. બપોરના સમયે પ્રેમીકા કામ માટે જઈ રહી હતી તે વખતે પ્રેમીએ તેની પર હુમલો કર્યો છે. પ્રેમીએ તેને પોતાની સાથે ઘરે આવવા દબાણ પણ કર્યું પરંતુ યુવતીએ ઈન્કાર કર્યો. જે બાદ યુવતી પર યુવકે જીવલેણ હુમલો કર્યો. હુમલો કરી ઘટનાસ્થળ પરથી યુવક ફરાર થઈ ગયો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.  

મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કરનાર હિંદુ મહિલા પર ધર્માંતરણ માટે દબાણ

હુમલો કરી પ્રેમી થઈ ગયો ફરાર 

આ ઘટના પ્રેમીકાએ સાથે આવવાની ના પાડી જેને કારણે તેની પર ઘાતક હથિયારથી હુમલો કર્યો અને તેને ઘાયલ કરી. ઈજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગ્રીષ્મા જેવી ઘટના બનતા ટળી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને પ્રેમીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. મહત્વનું છે કે યુવતીઓ પર હુમલાઓની ઘટના વધતી જઈ રહી છે. ગ્રીષ્માકાંડ જેવી ઘટના થતા બચી છે આજે સુરતમાં.




સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...