સુરતમાં મહેંકી માનવતા, પતંગની દોરીનો ભોગ કોઈ ન બને તે માટે અપાઈ રહ્યા છે સેફ્ટી બેલ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-13 17:32:11

ઉત્તરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પતંગની દોરીને કારણે અનેક લોકોના જીવ ગયા છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં અનેક વર્ષો પહેલા મિત્રનું મોત પતંગની દોરીને કારણે થયું હતું. ત્યારે પતંગની દોરીને કારણે અન્ય કોઈ વ્યક્તિનું મોત ન થાય તે માટે મિત્રની યાદમાં લોકોના ગળા પર સેફટી બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે.     

ઉતરાયણ અગાઉથી જ સેફ્ટી બેલ્ટ બાંધવાનું શરૂ કરાય છે


પતંગની દોરીને કારણે લોકોના જતા હોય છે જીવ 

મકરસંક્રાંતિ દરમિયાન અનેક કિસ્સાઓ એવા સામે આવતા હોય છે જેમાં પતંગની દોરીને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.  સારવાર મળતા કોઈનો જીવ બચી જતો હોય છે તો કોઈ મોતને પણ ભેટતા હોય છે. 

ગળાનું રક્ષણ થાય તે પ્રકારે બેલ્ટ બંધાય છે


પતંગની દોરીને કારણે ગુમાવ્યો હતો મિત્ર 

પતંગની દોરીથી કોઈનો જીવ ન જાય તે માટે સુરતમાં લોકોને સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે. જે લોકો આ માનવીય કાર્ય કરી રહ્યા છે તેમણે પતંગની દોરીને કારણે 20 વર્ષ પહેલા પોતાના મિત્રને ગુમાવી દીધો હતો. તેમના મિત્ર જ્યારે ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો  હતો જેમાં તેમનું મોત થઈ ગયું હતું. અન્ય કોઈ વ્યક્તિ પતંગની દોરીને કારણે પોતાનો જીવ ન ગુમાવે તે માટે ઉત્તરાયણના સમય દરમિયાન તેઓ લોકોને સેફ્ટી બેલ્ટ આપે છે.    
દરવર્ષે સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે