ઢોરના મોત મામલે હાઈકોર્ટ લાલઘૂમ 'અંગત સ્વાર્થ અને લાભ માટે પશુઓના મોતને ચલાવી લેવાય નહીં.'


  • Published By :
  • Published Date : 2023-12-12 16:59:51

ગુજરાતમાં રખડતા ઢોરના આતંકથી લોકોને છુટકારો અપાવવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે આ રખડતા ઢોરને જ્યારે ઢોરવાડામાં પુરવામાં આવે છે ત્યાર બાદ તેમની હાલત દયનિય જોવા મળે છે. જો કે હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. ઢોરવાડામાં પશુઓના મોત થઈ રહ્યા છે, તેને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. 


શું ટકોર કરી ગુજરાત હાઈકોર્ટે


ઢોરવાડામાં રખડતા પશુઓના મોતને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ અને નડીયાદમાં પશુઓના મોત અને તેમની દયનિય સ્થિતી અંગે હાઈકોર્ટે ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોતને કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં. કેટલ પોલીસીની આડમાં પશુઓના મોત ચલાવી શકાય નહીં. હાઈકોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને ચારો તેમજ તેમની સારવારની વિગતો રજુ કરવાનો આદેશ કર્યો હતો.


માલધારીઓમાં આક્રોશ


રાજ્યમાં રખડતા ઢોરને પકડવા માટે સરકારે કડક હાથે કામગીરી હાથ ધરી છે. જેના કારણે મોટા શહેરોમાં રખડતા ઢોરને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે રખડતા ઢોરનો ઠાસી ઠાસીને ઢોરવાડામાં પકડવામાં આવી રહ્યા છે જેથી ઢોરવાડામાં જ પશુઓના મોત થી રહ્યા છે. અમદાવાદ અને નડીયાદમાં પકડાયેલા પશુઓનું ઢોરવાડામાં જ મોત થતાં માલધારીઓમાં ભારોભાર રોષ છે. ઢોરના મોતને લઈ માલધારી સમાજ શહેરમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યો છે. માલધારી સમાજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યલય સામે પણ દેખાવો કર્યા હતા. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.