છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો કયા રાજ્યોમાં નોંધાયા સૌથી વધારે કેસ


  • Published By :
  • Published Date : 2023-04-10 11:19:04

કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો કોરોના સંક્રમિત થયા તે આંકડો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા કોરોના કેસનો આંકડો 6 હજારને પાર નોંધાયો હતો ત્યારે આજે કોરોના સંક્રમિતોનો આંકડો 5 હજાર 880 નોંધાયો છે. ગઈ કાલે કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5357 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આજે કોરોનાને કારણે 12 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 35 હજાર 199 થઈ ગઈછે.

    

સમગ્ર દેશમાં ચાલી રહી છે મોક ડ્રિલ

મહત્વનું છે દેશમાં વધતા કોરોના કેસને જોતા સમગ્ર દેશમાં આજે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યોની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રિલ યોજાશે. બે દિવસ આ મોક ડ્રિલ ચાલવાનું છે. દિલ્હીની હોસ્પિટલ ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. 


આ રાજ્યોમાં નોંધાયા વધારે કેસ 

મહત્વનું છે કે દિલ્હીમાં કોરોનાના નવા 699 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ચાર દર્દીઓના મોત થઈ ગયા છે. વધતા કોરોના સંક્રમણને જોતા માસ્ક પહેરવું ફરજિયાત અંગે દિલ્હી સરકાર વિચારી રહી છે. કેરળમાં પણ કોરોનાના અનેક કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાના 1801 નવા કેસ નોંધાયા છે. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 12433 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 788 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. હરિયાણાથી કોરોનાના 428 કેસ સામે આ વ્યા છે. રાજ્યમાં 283 એક્ટિવ કેસ છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે