ઈંદોરના હનીમૂન કાંડમાં સોનમ રઘુવંશીની ધરપકડ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-09 12:35:03

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે  પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે. 

Author_ Jyoti on X: "Somehow I had a strong doubt about the wife Sonam  Raghuvanshi, that MP couple who got missing in Meghalaya during their  honeymoon. Following the trend of killing husbands

મેઘાલય પોલીસને ઈંદોરના બિઝનેસમેન રાજા રઘુવંશી હત્યા કેસને ઉકેલવામાં સફળતા હાથ લાગી છે . જે અંતર્ગત તેમણે ૩ વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં રાજા રઘુવંશીના પત્ની સોનમ રઘુવંશીની પણ ધરપકડ કરવામાં આવી છે. સોનમ રઘુવંશી જે 23 મેથી ગુમ હતા હવે તેમણે ઉત્તર પ્રદેશના ગાઝીપુર ખાતે સરન્ડર કર્યું છે . આ તેનો પેહલો ફોટો બહાર આવ્યો છે . પોલીસ અધિકારીઓએ આ મામલે જાણકારી આપતા કહ્યું છે કે , " અમને સોમવારે રાત્રે 2 વાગે માહિતી મળી હતી કે એક અજાણ્યા મહિલા ઢાભા પર બેઠા છે. ઢાભા ઓપરેટરે ૧૧૨ પર કોલ કરીને જાણકારી આપી. આ પછી પોલીસ પહોંચી ગઈ. તે પછી પોલીસે મહિલાને સરકારી દવાખાનામાં દાખલ કર્યા. આ પછી તેમને વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી. તે પછી આ મહિલાએ કહ્યું કે , મારુ નામ સોનમ રઘુવંશી છે." 

આ દરમિયાન મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ એક પોસ્ટમાં માહિતી આપી હતી કે આ ઘટનામાં સામેલ ત્રણ હુમલાખોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોરો મધ્યપ્રદેશના છે. હાલ અન્ય એક હુમલાખોરની શોધ ચાલુ છે.

Meghalaya murder: From couple's disappearance to wife Sonam Raghuvanshi's  arrest. See timeline of events | Latest News India - Hindustan Times

સોનમના પિતાએ એ માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે તેમની પુત્રી તેના પતિની હત્યા કરાવી શકે છે. તેઓ કહે છે કે મારી પુત્રી નિર્દોષ છે. મેઘાલય પોલીસે તેને ફસાવવા માટે ખોટી વાર્તા બનાવી છે.

આ કેસની ટાઈમલાઈન પર એક નજર કરીએ...

11 મે : રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના લગન થયા . 

20 મે : દંપત્તિ હનીમૂન મનાવવા માટે ઇન્દોરથી મેઘાલય ગયું . 

23 મે : તેમના ગુમ થયાની ખબર સામે આવી . 

2જી જૂન : રાજા રઘુવંશીની મૃતદેહ મળી આવ્યો . 

હવે સોનમ રઘુવંશીની ધરપકડ સામે આવી . 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે