પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વાયરલ થયો ક્ષત્રિયાણીનો ઓડિયો, રિવાબા જાડેજાને પૂછ્યા સવાલ? સાંભળો ઓડિયો


  • Published By :
  • Published Date : 2024-04-10 12:14:11

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરંતુ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો. આ વિવાદમાં અનેક રાજવી પરિવારના નિવેદનો સામે આવ્યા. પરંતુ અનેક એવા ચહેરા છે જે મૌન લઈને બેઠા છે. આ બધા વચ્ચે એક ક્ષત્રિય મહિલાનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે રિવાબા જાડેજાના મૌન અંગે સવાલ ઉઠાવ્યો છે.    

અનેક રાજવી પરિવાર દ્વારા આ મામલે આપવામાં  આવી પ્રતિક્રિયા

ક્ષત્રિય સમાજના પરષોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા વિવાદમાં એક એવા ચહેરા સામે પ્રશ્ન થઈ રહ્યો છે જે મૌન બેઠો છે, જેણે આખા વિવાદમાં એક હરફ પણ નથી ઉચ્ચાર્યો, એક એવો ચહેરો જેની રાજપૂતોએ સૌથી વધારે સરાહના કરી એ જ ચહેરો એમની અપેક્ષાના સમયે ગાયબ થયો છે. કથિત ભાજપૂતોની યાદીમાં ટોચનું નામ રિવાબા જાડેજાનું છે. ક્ષત્રિય વર્સીસ રૂપાલાના વિવાદમાં જામ સાહેબ બોલ્યા, કચ્છના મહારાણી બોલ્યા, રાજપીપળાના રાણી બોલ્યા, ભાવનગરના યુવરાજ બોલ્યા, દરેક નાના મોટા સંગઠન બોલ્યા, રાજકોટમા માંધાતાસિંહ પક્ષમાં બોલ્યા તો જામસાહેબ વિરુદ્ધમાં બોલ્યા પણ જે લોકો ના પક્ષ સાથે રહ્યા ના રાજપૂતો સાથે એમાંથી એક છે રિવાબા જાડેજા. 



રિવાબા જાડેજાની ચૂપી પર ક્ષત્રિય મહિલાએ ઉઠાવ્યા સવાલ!

લોકો જેટલા પ્રશ્ન ડાયરાના કલાકાર અને ત્યાંથી હોંકારો પડકારો દેતા દેવાયત ખવડ જેવા કલાકાર માટે કરે છે હવે એટલા જ પ્રશ્ન રિવાબા જાડેજા માટે પણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક ફોટાની ચર્ચા  ખુબ થતી હતી. એ ફોટો હતો આઈપીએલની ફાઈનલમાં રિવાબા રવિન્દ્રસિંહના પગે લાગ્યા તેનો.. રાજપૂતાણીની જેમ માથે ઓઢીને પહોંચ્યા, આખા દેશના 22 કરોડ ક્ષત્રિયોએ એના પર ગર્વ કર્યુ અને હવે જ્યારે જરૂર પડી, રાજપૂત બેન બેટીઓ પર ટિપ્પણી થઈ ત્યારે રિવાબા ચૂપ કેમ બેઠા છે એવા પ્રશ્નો એમના જ સમાજની સ્ત્રીઓ કરી રહી છે. એક ક્ષત્રિય મહિલાનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે રિવાબા જાડેજાને સવાલ પૂછ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે