Weather Analysisમાં જાણો Cyclone 'તેજ' ક્યાં પહોંચ્યું? વાવાઝોડાને લઈ હવામાન વિભાગે અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-21 15:11:35

ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડું તેજ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ચોમાસા બાદ આ પ્રથમ વાવાઝોડું ગુજરાત પર મંડરાઈ રહ્યું છે. આ વાવાઝોડાને તેજ નામ ભારત દ્વારા આપવામાં આવ્યું છે. આગામી 12 કલાકમાં આ ચક્રવાત ભીષણ ચક્રવાતમાં પરિવર્તિત થઈ જશે, આગામી 12 કલાકોમાં આ વાવાઝોડું મજબૂત બનશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. 

જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ પવનની ગતિ વધશે!

ભારતમાં જો કોઈ પણ ચક્રવાત આવે છે તો તે અરબી સમુદ્ર અથવા તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આવે છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત આવે છે કે ઓમાન તરફ ફંટાઈ જાય તેની પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. અરબી સમુદ્રમાં આ સિસ્ટમ સતત મજબૂત બની રહી છે અને તેજ ગતિથી તે આગળ વધી રહ્યું છે. હાલ આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 કલાક દરમિયાન આ સિસ્ટમ 24 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહી છે. એવું પણ હાલ પવનની ગતિ 70 કિમી પ્રતિકલાકથી લઈને 85 કિમી પ્રતિકલાક સુધીની છે. જેમ જેમ સિસ્ટમ વધારે મજબૂત બનતી જશે તેમ તેમ તેના પવનની ગતિ પણ વધતી જશે. 


હવામાન વિભાગે જણાવ્યું કે વરસાદની કોઈ સંભાવના નથી 

એવી પણ માહિતી સામે આવી છે કે અરબી સમુદ્રમાં લોપ્રેસરના લીધે સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના નવલખી બંદરે એક નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માટેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય તેવું અનુમાન લગાવામાં આવ્યું છે. 



પાકિસ્તાનમાં આ વાવાઝોડાની દેખાઈ શકે છે અસર

હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું ઓમાન અને યમનના દરિયાકિનારે ટકરાશે અને ભારતના દરિયાકાંઠા પર તેની કોઈ સીધી અસર થવાની શક્યતા નથી. હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું વળાંક લઈને ગુજરાત કે પાકિસ્તાનની આસપાસ આવે તેવી વધારે શક્યતા દેખાતી નથી. પરંતુ આ મજબૂત સિસ્ટમને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પવનની દિશા બદલી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાયું છે. ગુજરાતમાં હાલ વરસાદની સંભાવના નથી તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

 


વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ તો આ ચક્રવાત ઓમાન તરફ જશે તેવું અનુમાન છે. પરંતુ વાવાઝોડું બન્યા બાદ વારંવાર ટ્રેક બદલાતો હોય છે. અનુમાન અનુસાર 21થી 24 ઓક્ટોબરના ગુજરાતના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમા હળવો વરસાદ થઇ શકે છે.



ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.