રાજ્યમાં વધ્યું ગરમીનું પ્રમાણ! અનેક શહેરમાં તાપમાનનો પારો પહોંચ્યો 37 ડિગ્રીને પાર, હિટવેવની કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-04-07 09:45:13

રાજ્યના હવામાનમાં ગમે ત્યારે પલટો આવી રહ્યો છે. કોઈ વખત કમોસમી વરસાદ વરસે છે તો કોઈ વખત ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ચાર પાંચ દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી જેટલું વધતાં ગરમીમાં વધારો થશે. ગરમી અને સુકા પવન વહેવાને કારણે અમદાવાદ સહિત 9 શહેરોમાં તાપમાન  37 ડિગ્રી આપસાસ નોંધાયું હતું.


આગામી દિવસોમાં વધશે તાપમાનનો પારો 

આ વખતે શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ વખતની ગરમી પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડશે. ત્યારે આ અનુમાન સાચું હોય તેવું લાગી રહ્યું છે. ગરમી પારો હમણાં 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઉપરાંત આગામી થોડા દિવસો તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 12થી 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 42થી 44 ડિગ્રી સુધી નોંધાવાની સંભાવના છે. 


આ જગ્યાઓનું તાપમાન 37થી વધુ નોંધાયું  

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી શકે છે. શુક્રવારે 38 ડિગ્રીના આસપાસ પહોંચશે  જ્યારે શનિવારે 39 અને રવિવારે 40 ડિગ્રીને આસપાસ પહોંચશે. ગુરૂવારે સુરેન્દ્રનગર સૌથી ગરમ નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો અનુભવ થયો હતો. અનેક જગ્યાઓનું તાપમાન 37 ડિગ્રીને પાર નોંધાયું હતું. જો તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 37.9, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, વડોદરાનું તાપમાન 37.4 નોંધાયું છે. અમરેલીમાં તાપમાન 37.4 ડિગ્રી, વિદ્યાનગરમાં 37.2, ગાંધીનગર, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 37.2ની આપસાસ નોંધાયું હતું. મહત્વનું છે કે અનેક રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે