ભાષાએ સમાજને જોડતી કડી છે, નહીં કે !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 15:19:43

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મરાઠી ભાષાના નામે લડાઈની કોઈ નવી વાત નથી. 25મી માર્ચના રોજ અંધેરી પશ્ચિમના વર્સોવા વિસ્તારમાં સ્થિત ડી-માર્ટ સ્ટોરમાં ફરી આવી જ ઘટના બની છે. હકીકતમાંરાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ સુપરમાર્કેટ ડી-માર્ટ સ્ટોરના એક કર્મચારીને મરાઠી ના બોલવા બદલ થપ્પડ મારી હતી. અને ફરી આવું ન કરવાની ચેતવણી પણ આપી હતી.

રાજ ઠાકરેના માણસોએ ડી માર્ટના મેનેજરને ઘમકાવે અને હાથટપલી દાવ કરે છે. એક જ ઘટના નથી,આવી તો તમે ગૂગલ કરો તો કેટલીય લિંક અને ફૂટેજ મળી આવે જેમાં  MNSના માણસો દ્વારા મુંબઈમાં કામ કરતાં કે વ્યવસાય કરતાં બીજા રાજયના લોકો સાથે મારામારી કરીને એમના રોજગારની ચીજ વસ્તુઓનું નુકશાન કરતાં નજરે ચઢે છે ! જો કોઇપણ એમની ભાષાનો જાણકાર MNSના કાર્યકરોને એક ફોન કે ફરિયાદ કરે તો સામેવાળા વ્યક્તિને ટોળું વળીને ઘમકાવે અને ફટકારે છે ત્યારે એમના  માટે કોઈ કાયદો કે વ્યવસ્થા છે કે નહિ ? તે પ્રશ્ન ઉઠે છે!  

કાયદો અને વ્યવસ્થા એમના હાથમાં હોય તેવું મનસ્વી વર્તણુંક MNS કાર્યકર્તા કરતાં આવ્યાં છે અને હજી પણ જાહેરમાં કાયદા હાથમાં લેનાર લોકો સામે એક્શન લેવા માટે મુંબઈ પોલીસ કોની પરવાનગીની રાહ જુએ છે? હેરાનગતિ કે જે ટ વ્યક્તિને સબક શીખવાડે તેના લાઈવ વિડીયો ઉતારવામાં આવે છે અને તેને દરેક ચેનલ સુધી જાણે પહોચાડવામાં આવતો હોય તેવું લાગે છે.. .. દરેક ચેનલમાં આ ફૂટેજ ચલાવાય છે.

 

   ધીમે ધીમે જાણે અજાણે આપણે સૌ જાણે ધર્મ, ભાષા અને જાતિના આધારે અનેક મહાનુભવો દ્વારા જુથવાદ અને વર્ચસ્વની મિથ્યા વાતોને સોશિયલ મીડિયા પર સાંભડતા આવ્યા છીએ.

 






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.