India- Pakistan મેચ : ભારતે બેટિંગની કરી શરૂઆત, પાકિસ્તાને બનાવ્યા છે 191 રન


  • Published By :
  • Published Date : 2023-10-14 18:25:34

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાને 191 રન બનાવ્યા છે. ભારતને 192નો ટાર્ગેટ આપ્યો છે. ભારતના ક્રિકેટરોએ શાનદાન બેટિંગની શરૂઆત કરી છે. 2.3 ઓવરમાં ભારતે 23 રન બનાવી દીધા છે. રોહિત શર્મા અને ગિલ ક્રિઝ પર છે. 16 રનમાં ગિલની વિકેટ પડી હતી. ભારતે પહેલી વિકટ ગુમાવી દીધી છે. વિરાટ કોહલી મેચ રમવા આવ્યા છે. 4.1 ઓવરમાં ભારતે 32 રન બનાવ્યા છે. મેચને જોવા મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી પહોંચ્યા હતા. હાલ મેચની સ્કોર 34 પર પહોંચ્યો છે. વિરાટ કોહલીએ 15 રન બનાવ્યા છે. ભારતની ટીમે 50 રન બનાવી દીધા છે. 6.5 ઓવર થઈ ગઈ છે. 

અનેક લોકો પડ્યા છે બિમાર

એક તરફ ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી ત્યારે અનેક લોકો બિમાર પડ્યા છે. એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાન જ્યારે ઓલઆઉટ થયું હતું ત્યારે 150 જેટલા પ્રેક્ષકો ગરમી તેમજ બફારાને કારણે બિમાર પડ્યા છે. 108ની ટીમને અનેક ફોન આવ્યા છે.  

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે