ભારતના જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીનું નિધન, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-01-24 14:16:28

પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત એવા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષે નિધન થયું  છે. તેઓ ભારતના લે-કોર્બુઝિયર તરીકે જાણીતા હતા. અમદાવાદ ખાતે સ્થિત નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનનું નિધન થવાથી સ્થાપત્ય કળાના યુગનો અંત આવ્યો છે. 


અમદાવાદ-IIMની બનાવી હતી ડિઝાઈન 

બીવી જોષીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવા શહેરોની ડિઝાઈન કરી છે. તે સિવાય અમદાવાદની ઓળખ બનનારી IIM-અમદાવાદની ડિઝાઈન કરી હતી. આર્કિટેક ક્ષેત્રમાં તેમણે અનેક યોગદાન આપ્યું છે. અમદાવાદની ગુફા, ફ્લેમ યુનિવર્સિટી. આઈઆઈએમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદયપુર, સેપ્ટ યુનિવર્સિટીના નિર્માણમાં તેમણે યોગદાન આપ્યું છે.      


અનેક એવોર્ડથી કરાયા છે સન્માનિત 

તેમના નિધન પર વડાપ્રધાન મોદીએ તેમજ મુખ્યમંત્રીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. મુખ્યમંત્રીએ તેમને યાદ કરતા લખ્યું કે સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પદ્મભૂષણ બાલકૃષ્ણ દોષીજીના નિધન પર દુખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. બાલકૃષ્ણ દોશીને અનેક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 1976માં તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. તે સિવાય ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ અપાયો હતો. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે