અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઈલટના મોત થયા


  • Published By :
  • Published Date : 2023-03-16 20:06:23

અરુણાચલ પ્રદેશના બોમડિલામાં ગુરુવારે આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પશ્ચિમ કામેંગ જિલ્લાના એસપી બીઆર બોમરેડ્ડીએ જણાવ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાઈલટના મોત થયા છે. શહિદ થયેલા પાયલોટ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને મેજર જયંથ એનો મૃતદેહ ક્રેશ સ્થળ પરથી મળી આવ્યો છે. બંનેના મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં અંતિમ કાર્યવાહી કરવામાં આવી. સાંજે 4 વાગ્યાની આસપાસ લાશ મળી આવી હતી. આ દુર્ઘટના બાદ સેનાએ તપાસના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ હેલિકોપ્ટરે 9:15 વાગ્યે અરુણાચલ પ્રદેશના બોમડિલા પાસે ઓપરેશનલ ફ્લાઇટ લીધી હતી અને તેના થોડા સમય બાદ જ હેલિકોપ્ટરનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. 


ચાર કલાકની જહેમત બાદ મળી લાશ


ચિતા હેલિકોપ્ટરના પાઈલોટ અને તેનો કાટમાળ શોધવા માટે ઈન્ડીયન આર્મી કામે લાગી હતી. 4 કલાકની જહેમત બાદ ચીની બોર્ડર પાસે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો જેમાં બન્ને પાઈલટની લાશ પણ મળી હતી. ગ્રામજનોએ દિરાંગમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર જોયું હતું અને જિલ્લા અધિકારીઓને જાણ કરી હતી. દિરાંગના બંગજાલેપના ગ્રામજનોએ બપોરે 12.30 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર શોધી કાઢ્યું હતું આ હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ તુટી પડ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે