ICC T20 World Cup માટે ભારતીય ટીમની કરાઈ જાહેરાત, જાણો કોને સોંપવામાં આવી કેપ્ટન તરીકેની જવાબદારી અને કોણ છે ખેલાડીઓ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-30 17:29:16

આપણે ત્યાં ક્રિકેટનો અલગ જ ક્રેઝ હોય છે.. ગલીએ ગલીએ આપણને બાળકો ક્રિકેટ રમતા દેખાશે.. કોઈ પણ મેચ કેમ ના હોય પરંતુ ક્રિકેટ રસીકો તેને જોવાનું છોડતા નથી...ટી-20 હોય, આઈપીએલ હોય કે વન ડે મેચ હોય.. ક્રિકેટના ફેન્સને અનેરો ઉત્સાહ હોય છે.. ત્યારે આજે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરવામાં આવી છે.. રોહિત શર્મા આ વખતે કેપ્ટનશિપ સંભાળવાના છે.. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી છે..

રોહિત શર્મા કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યા વાઈઝ કેપ્ટન

બીસીસીઆઈ દ્વારા ટી-20 વર્લ્ડ કપને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.. કયા ખેલાડી આ મેચમાં જોવા મળશે તે સસ્પેન્સ આજે ખુલી ગયો છે.. જૂનમાં આ મેચ રમાવાની છે અને આ મેચને લઈ ટિમ ઈન્ડિયાની ઘોષણા કરી દેવામાં આવી છે.. આ મેચની કેપ્ટનશીપ રોહિત શર્મા સંભાળશે જ્યારે વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.. અનેક નામો એવા હતા જેણે તમામને ચોંકાવ્યા હતા.. તાજેતરમાં રમાયેલી આઈપીએલમાં હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ સારૂં ના હતું, તેમને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 


  

કોની કરાઈ ખેલાડી તરીકે પસંદગી? 

ભારતીય ટીમના ખેલાડીઓની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માને બનાવાયો છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.. યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, વિકેટકીપર તરીકે રિષભ પંત ઉપરાંત સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે. શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજને મોકો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે