આપના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-05 15:43:09


વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પાલતાનો મોસમ ચાલી રહયો છે ત્યારે કાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે તેમણે અમુક મોટા ખુલાસા કર્યા છે તેમણે કહ્યું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી પ્લેનમાં રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે. આપને મળતા ફંડની તપાસ પણ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને સરકારી વિમાનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે.


વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પાલતાનો મોસમ ચાલી રહયો છે ત્યારે કાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે તેમણે અમુક મોટા ખુલાસા કર્યા છે તેમણે કહ્યું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી પ્લેનમાં રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે. આપને મળતા ફંડની તપાસ પણ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને સરકારી વિમાનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે.


ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, મારા પાછા ફર્યા પછી AAP એ આરોપ લગાવ્યો કે, હું CM ચહેરો બનવા માંગું છે અને 15 લોકો માટે ટિકિટ માંગી રહ્યો છે. પરંતુ હકીકત તો એ છે કે મેં જોયું છે કે કોંગ્રેસને હરાવવા માટે તેઓએ ભાજપ સાથે સેટિંગ કર્યું? કમલમ તરફથી ટિકિટ સેટિંગનો મેસેજ આવે છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસે કહ્યું પ્રાઈવેટ પ્લેનમાં રૂપિયા ગુજરાત આવે છે. AAPને મળતા ફંડની તપાસ થવી જોઈએ. 


ઈન્દ્રનીલ રાજગુરુએ દાવો

ઈન્દ્રનીલ રાજગુરુએ દાવો કર્યો હતો કે, જ્યારે બે મુખ્યમંત્રીઓ રાજકોટ આવે છે, ત્યારે પ્લેનમાં પૈસા આવે છે, અને તેમને લાવવાની મંજૂરી આપવામાં આવે છે. પંજાબથી દિલ્હી વાયા ગુજરાત નાણાં મોકલવામાં આવે છે, પરંતુ નાગરિક ઉડ્ડયન દ્વારા અટકાવવામાં આવતું નથી. મારી પાસેથી પણ પૈસા લેવાનો પ્રયાસ કરાયો હતો.






અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.