દેશની આ જાયન્ટ IT કંપનીએ 600 લોકોની કરી હકાલપટ્ટી, છટણીનું કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-02-05 17:58:25

દેશની આઈટી જાયન્ટ ઈન્ફોસિસે ઈન્ટરનલ ફ્રેશર એસેસમેન્ટ (FA) પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સેંકડો નવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. રિપોર્ટ મુજબ, કંપનીએ ફ્રેશર્સ માટે એસેસમેન્ટ ટેસ્ટ યોજી હતી, જેમાં પાસ ન થનારા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આર્થિક મંદીના કારણે દુનિયાભરમાં કંપનીઓ છટણી કરી રહી છે. મોટી કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે તેમના કાર્યબળમાં ઘટાડો કર્યો છે.


માત્ર 60 લોકો પાસ થયા


ઓગસ્ટ 2022માં કંપનીમાં જોડાનાર એક ફ્રેશરે કહ્યું- 'મેં ગયા વર્ષે ઓગસ્ટમાં ઇન્ફોસિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને મને SAP ABAP સ્ટ્રીમ માટે તાલીમ આપવામાં આવી હતી. મારી ટીમના 150 લોકોમાંથી માત્ર 60 લોકોએ જ ફ્રેશર એસેસમેન્ટ પરીક્ષા પાસ કરી. અમને બાકીના બધાને બે અઠવાડિયા પહેલા કાઢી મૂકવામાં આવ્યા હતા.


જુલાઈમાં પણ કરાઈ હતી હકાલપટ્ટી


અગાઉની બેચ (જુલાઈ 2022માં ફ્રેશર્સ ઓનબોર્ડ) 150 ફ્રેશર્સની હતી. જેમાંથી 85 જેટલા ફ્રેશર્સને ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. કંપનીએ એસેસમેન્ટ ટેસ્ટ પાસ ન કરનારા સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સૂત્રોનો દાવો છે કે ઈન્ફોસિસે ઈન્ટરનલ ટેસ્ટમાં ફેલ થયા બાદ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

બે અઠવાડિયા પહેલા, 208 ફ્રેશર્સને ફ્રેશર એસેસમેન્ટ ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. એકંદરે, છેલ્લા કેટલાક મહિનામાં લગભગ 600 જેટલા ફ્રેશર્સને ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યું છે કે આંતરિક પરિક્ષામાં નાપાસ થનાર કર્મચારીઓને હંમેશા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે