માસૂમ બાળકી એન્જલને મળ્યું નવજીવન, 8 કલાકની જહેમત બાદ બોરવેલમાંથી બહાર કઢાઈ


  • Published By :
  • Published Date : 2024-01-01 22:57:43

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બોરવેલમાં ફસાઈ ગયેલી અઢી વર્ષની બાળકીને બચાવવાનું અભિયાન સફળ રહ્યું છે.  એન્જલ નામની આ બાળકી રમતા રમતા 100 ફૂટ ઉંડા બોરવેલમાં 30 ફૂટે ફસાઈ જતા તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ બાળકીને 8 કલાકની મહેનત બાદ બચાવી લેવાતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકીને બોરવેલમાંથી સહી સલામત કાઢવામાં આવી હતી. બાળકીને બચાવવા એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મીની ટીમ કામે લાગી હતી. બાળકીને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.દૂર્ઘટનાને પગલે બોરવેલમાં બાળકીને ઓક્સિજન મળી રહે તે માટે સ્થળ પર 108ની ટીમ તૈનાત રાખવામાં આવી હતી.


MLA તથા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે


કલ્યાણપુરના રાણ ગામમાં બોરવેલમાં ફસાયેલી માસૂમ એન્જલને બહાર કાઢી લેવામાં આવી છે. તેને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરાથી NDRFની ટીમ ઘટના સ્થળ પહોંચીને રેસ્કૂય ઓપરેશન હાથ ધર્યું હતું. બોરવેલ પાસે હિટાચી મશીન મારફતે ખોદકામ કરવામાં આવ્યું હતું. સ્થળ પર ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિત ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો હાજર રહી હતી. એન્જલને નવજીવન મળતા લોકોએ હર્ષનાદ કર્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે