IPL 2025ની પ્રથમ મેચમાં કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ 22 મી માર્ચના ટકરાશે


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-19 16:09:38

ક્રિકેટ રસિયાઓ માટેનો મુખ્ય જમાવડો એટલે IPL. આ વખતની IPL 2025નો 22 માર્ચથી કલાકારો વિશેષની પ્રસ્તુતિથી ભવ્ય પ્રારંભ થશે.22 માર્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે   BCCI  IPLના 18 વર્ષ પૂર્ણ થવાના અવસરે IPLની મેચ 13 અલગ અલગ સ્થળોએ આયોજન કરવાના છે. IPLઆ સિઝનમાં જે પણ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે ત્યાં મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે.

દરેક મેચ પહેલા સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ સાથે ઉદ્દઘાટન સમારંભ યોજાશે જેમાં રાષ્ટ્રીય અને સ્થાનિક કલાકારો આ સમારોહમાં  પ્રસ્તુતિ રજૂ કરે તેવું પ્લાનિંગ કરાઇ રહ્યું છે 

આ IPL 2025માં 10 ટીમો રમી રહી છે.જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ચેન્નાઈ સુપર કિંગ્સ,ગુજરાત ટાઈટન્સ,કોલકત્તા નાઈટ રાઈડર્સ,દિલ્હી કેપિટલ્સ,લખનૌ સુપર જાયન્ટ્સ,પંજાબ કિંગ્સ,સંરાઇઝર્સ હૈદરાબાદ,રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો સમાવેશ થાય છે    

IPL 2025ની શરૂઆત કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સાથે થશે. આ મેચ 22 માર્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે જેની પૃષ્ટિ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB ચેરમેન સ્નેહાશીષ ગાંગુલીએ કરી છે. આ મેચની ટિકિટોની ડિમાન્ડ વધારે છે અને લાંબા સમય બાદ કોલકાતામાં IPLની ઓપનિંગ સેરેમની યોજાશે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ IPLની 18મી સીઝનમાં પોતાની પહેલી મેચ તેના કેપ્ટન હાર્દિક પંડ્યા વિના રમશે. આવી સ્થિતિમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રથમ મેચ માટે કયાં ખેલાડીને કેપ્ટનશીપની જવાબદારી મળશે. હવે હાર્દિક પંડ્યાએ પોતે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ પછી સ્લોઓવર રેટને કારણે હાર્દિક પંડ્યા પર ગત આઈપીએલ સીઝનમાં એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે આ સીઝનની પહેલી મેચ રમી શકશે નહીં.



      IPLની મોટા ભાગની ટીમોની ભારતીય માલિકીની મોટી કંપનીઓ પાસે છે.ભારતના સૌથી ધનવાન વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુંબઈ ઈન્ડિયન ટીમની માલિક છે. જ્યારે ઈન્ડિયા સિમેન્ટના કે. શ્રીનિવાસન અને તેના પરિવાર પાસે ચેન્નઈ સુપર કિંગ્સની માલિકી છે. લખનૌ સુપર જાયન્ટ્સની માલિકી સંજીવ ગોયનકાના RPSG ગ્રુપ પાસે છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની માલિકી યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસે અને સનરાઈઝર્સ હૈદરાબાદનું સ્વામિત્વ સન ગ્રુપ પાસે છે.





"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.