જુનિયર ક્લાર્કની પરીક્ષાની વાઈરલ થયેલી તારીખ અંગે હસમુખ પટેલે કર્યો આ ખુલાસો, જાણો શું ટ્વીટ કર્યું?


  • Published By :
  • Published Date : 2023-02-15 19:04:10

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ગત જાન્યુઆરી મહિનામાં ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકારે સરકારે સમગ્ર મામલે 100 દિવસમાં ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાની ખોટી તારીખ વાઈરલ થઈ હતી. જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 9 એપ્રિલ 2023ના રોજ યોજાશે તેવી ખોટી માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. જો કે હવે આ અંગે IPS હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે.


હસમુખ પટેલે શું ટ્વિટ કર્યું?


જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સંભાળી રહેલા IPS અધિકારી હસમુખ પટેલે પરીક્ષાની તારીખને લઈ ટ્વિટ કર્યું છે. તે ઉપરાંત ગુજરાત પંચાયત સેવા મંડળે પણ ખુલાસો કરીને જણાવ્યું છે કે અમે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેર કરી નથી. વધુમાં જણાવ્યું કે, આ વાયરલ તારીખમાં કોઈ તથ્ય નથી અને અમે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરી નથી.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.