IPS નિર્લિપ્ત રાયની આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-22 21:14:17

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

Gujarat IPS News,गुजरात में 200 से ज्यादा IPS तो सिर्फ निर्लिप्त राय की  क्यों हो रही चर्चा, जानिए अनूठा रिकॉर्ड - who is nirlipt rai gujarat  decorated ips in heavy buzz amid

રાજકોટ જિલ્લામાં રેન્જ IG નિલિપ્ત રાયની એક કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં જબરદસ્ત ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લાના પડધરી તાલુકાના એક ગામમાં દુષ્કર્મ પીડિતાના પિતા જેમનું નામ છે યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તેમની બુધવારે રાત્રે , ખાખડાબેલા ગામની નજીક જીવ લઇ લેવામાં આવ્યો. આ ઘટનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ બે વર્ષ પહેલા નોંધાઈ હતી. આ આરોપીઓ છેલ્લા બે વર્ષથી ફરાર હતા અને મૃતકને સમાધાન કરવા માટે વારંવાર કહી રહ્યા હતા. જો આ વોન્ટેડ આરોપીઓને પોલીસે સમયસર ઝડપી લીધા હોત તો , કદાચ આ બનાવ ના બન્યો હોત. આ ઘટનાએ પોલીસની ગંભીર બેદરકારી લોકો સમક્ષ મૂકી દીધી છે .

બુધવારે રાત્રે , જે ખાખડાબેલા ગામે જે ઘટના બની તેમાં રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક યુવરાજસિંહે વર્ષ ૨૦૨૪માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજિતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા અને અજયસિંહ વિરુદ્ધ દુષ્કર્મ અને POKSOની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં અજયસિંહ જેલમાં છે અને મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ ફરાર છે. આ ફરાર આરોપીઓ વખતોવખત મૃતક યુવરાજસિંહ જાડેજાને સમાધાન કરવા માટે દબાણ કરતા હતા. આ ઉપરાંત તેઓ બે વર્ષથી ફરાર હતા , પોલીસ પકડી નહોતી શકી આ કારણે હવે , રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા પડધરી પોલીસ મથકના તત્કાલીન PI S N પરમાર , અન્ય એક પોલીસ અધિકરી H N રાઠોડ , PSI જે જે વાળા , ASI  બી એમ જાડેજાને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે . જો કદાચ પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો , આ ગુનો ના બન્યો હોત.  હવે , વાત કરીએ , PI S N પરમારની , તાજેતરમાં જ લોધીકા પોલીસ મથકની હદમાંથી દારૂ પ્રકરણમાં તેમને ૧૫ દિવસ પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે પડઘરીની ઘટનામાં પણ તેમની ઘોર બેદરકારી સામે આવતા , તેમને ફરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોઈ અધિકારીને રી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના છે .  હવે પડધરીના કેસની વાત કરીએ તો , આરોપીઓને ઝડપી લેવા માટે , સ્થાનિક પોલીસ ઉપરાંત LCB PI જે પી રાવની રાહબરી હેઠળ LCBની ટીમ તથા SOG PI એફ એ પારગીની રાહબરી હેઠળ ટીમ તપાસમાં લાગેલી છે.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.