મને અને ગોપાલને મારી નાખશે આ લોકો : ઇસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 16:00:29

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયા બાદ ભાજપ અને આપ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. બંને પક્ષ એકબીજા આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. આ હુમલા અંગે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ભાજપ પર મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. અમારા પ્રદેશ ગોપાલ ઇટાલિયા અને મારા સહિતના નેતાઓની પણ હત્યા કરાવવાનો પ્લાન હોઈ શકે છે.


ભાજપ લુખ્ખા-લફંગાની પાર્ટી


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે મરાઠી પાટીલને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ પર અશાંતિ ન ફેલાવવી જોઈએ. સોરઠિયાની હત્યાનું કાવતરુ સી.આર.પાટીલે જ કર્યું છે. ભાજપને અત્યારે આમ આદમી પાર્ટીથી ડર લાગ્યો છે. સી.આર.પાટીલે મનીષ સોરઠિયા પર જીવલેણ હુમલો કરવા માટે જ ગેંગ મોકલી હોવાની મને શંકા છે. ભાજપ લુખ્ખા, લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. અત્યાર સુધીમાં ભાજપના ગુંડાઓએ 8 નેતા પર હુમલા કર્યા છે. 


અમારી હત્યાનું કાવતરુ-ઈસુદાન 


આપના નેતા ઈસુદાન ગઢવીએ તેમના અને ગોપાલ ઈટાલિયાના જીવને જોખમ હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું  મને અને ગોપાલ ઈટાલિયાને જાનથી મારી નાખવાનું કાવતરુ ઘડાઈ રહ્યું છે. અંગત સૂત્રોએ પણ જણાવ્યું કે અમારા જીવને પણ જોખમ છે. ભાજપનો બે-ચાર હત્યા કરાવવાનો પ્લાન છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે