ઇઝરાયેલનો ઈરાન પર ખુબ મોટા પાયે હુમલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-13 08:56:30

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા . 

The Logic of Israel's Actions to Contain Iran in Syria and Lebanon - JISS

ઈઝરાઈલે ઈરાન પર ખુબ મોટા પાયે હુમલો કર્યો છે. ઇઝરાયેલનો દાવો છે કે , તેણે ઈરાનમાં પરમાણુ ઠેકાણાઓ અને લશકરી ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યા છે .ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનમાં જોરદાર ધડાકાઓના અવાજ સંભળાયા હતા . બેઉ દેશો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ એટલે વધી ગયો કેમ કે , ઈરાને તેની ત્રીજી યુરેનિયમ ફેસિલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી . ઇઝરાયેલના આ હુમલામાં ઇરાની સેનાના ચીફ હુસેન સલામીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. સાથે જ ઇરાનના બે પરમાણુ વૈજ્ઞાનિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલના આ હુમલા પછી ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.  સાથે જ હવે એ સંભાવના વધી ગઈ છે કે , ઈરાન પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ પર વળતો વાર કરશે. ઇઝરાયેલના રક્ષામંત્રી ઇઝરાયેલ કાત્ઝએ સંભાવના વ્યક્ત કરી છે કે , ઈરાન તેની પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી શકે છે . ઇઝરાયેલની આ સ્ટ્રાઇકના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવમાં ૯ ટકાનો વધારો નોંધાયો છે. ઇઝરાયેલએ ઈરાનના શહેર , તબરીઝ , કરમાનશાહ , ઇસ્ફાહાન , નતાનઝ , તેહરાન , અરાક પર હુમલો કર્યો છે. 

Implications of the Israel-Iran Conflict

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવના ડરથી , હવે ઇરાકે પણ પોતાનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ બાબતે યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓની પ્રતિક્રિયા સામે આવી છે , ઇઝરાયેલએ ઈરાનની વિરુદ્ધમાં એક પક્ષીય નિર્ણય લીધો છે. ઈઝરાઈલે અમેરિકાને સલાહ આપી છે કે , આ સ્ટ્રાઇક સ્વ-રક્ષણ માટે કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની વચ્ચે અમેરિકાએ ઇરાકની રાજધાની  બગદાદથી પોતાનો ઘણો ડિપ્લોમેટિક સ્ટાફ પાછો બોલાવી લીધો છે. સાથે જ માર્કો રુબીઓએ ઈરાનને ચેતવણી આપી છે કે , તેણે અમેરિકાના કોઈ પણ હિતોને નુકશાન ના કરવું . ઇઝરાયેલના આ હુમલા પેહલા ઈરાને અમેરિકાને ધમકી આપી હતી કે , તે પશ્ચિમ એશિયામાં અમેરિકાના મિલિટરી બેઝીસ પર હુમલો કરશે . હવે લાગી રહ્યું છે કે , ઈરાન અને અમેરિકા વચ્ચે નુક્લીયર વાર્તાલાપ પડી ભાંગ્યો છે. 




"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.