અરવિંદ કેજરીવાલના લાગેલા પોસ્ટરને લઈ ઈસુદાને કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:27:24

વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તારીખો જાહેર થાય તે પહેલા ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો મોસમ ચાલી રહ્યો છે. આપ, ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી નજીક આવતા ધર્મ આધારિત રાજનીતિની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરને લઈ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પોસ્ટર અંગે પ્રતિક્રિયા આપી છે. 


આપની લોકપ્રિયતાથી ડરી ગઈ ભાજપ- ઈસુદાન  

આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આપનો પ્રચાર કરવા જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે તે દરમિયાન આવા પોસ્ટર લાગતા આ વાતને આપના નેતાઓએ પોઝિટીવ વેમાં લીધી છે. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરતા કહ્યું કે આપની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલ ભાજપ પાસે આમ આદમીનો વિરોધ કરવા સિવાય કોઈ મુદ્દો નથી. 

ગોપાલ ઈટાલીયાએ પણ આપી પ્રતિક્રિયા

ગોપાલ ઈટાલીયાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી કે અને કહ્યું કે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલા ભાજપના લુખ્ખાઓ અને ભાજપના લફંગાઓ આજે અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવા એરપોર્ટની અંદર ઘુસ્યા છે.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે