પીએમ મોદીની રેલી પર ઈસુદાનનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:18:56

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં આવી છે. ભાજપનો પ્રચાર કરવા ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 2 દિવસના તેમના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. અનેક જગ્યાઓની મુલાકાત લીધી છે. ત્યારે તેમની મુલાકાત પર આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યો છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી નરેન્દ્ર મોદીની રેલી પર પ્રહાર કર્યા છે.  


  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું તેમણે લોકાર્પણ કર્યું હતું. અનેક જનસભાઓમાં તેમણે સંબોધન આપ્યું હતું. હજારોની સંખ્યમાં લોકો મોદીની રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લખ્યું કે જનતાનો પ્રેમ જૂઠ્ઠાણાંને કારણે તૂટી ગયો લાગે છે. પાછળની જમાતે ગુજરાતને લૂંટી લીધું.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે