ઇસુદાન ગઢવીએ ફરી ભાજપ પર નિશાન સાધ્યું !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:00:52

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપ વધુ આક્રમક રીતે આક્ષેપ પ્રતિઆક્ષેપો કરતાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે ભાજપ મિશન 182 માટે મોટાભાગના જિલ્લાઓમાં કેન્દ્રિય મંત્રીને દેખરેખમાં રાખવાનો નિર્ણય લઈ શકે છે. જેમા કેજરીવાલના ટ્વીટ પછી ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર સણસણતા પ્રહારો કર્યા છે . તેમણે કહ્યું ગુજરાતની જનતા હવે આપ ને મોકો આપશે હવે ગુજરાતની જનતા આપની સરકાર બનાવશે.  ભાજપના શાસનમાં ઘણા એવા કૌભાંડો છતા થયા છે કે એને જોઈને જનતાને આઘાત લાગ્યો છે. જેની સીધી અસર ચૂંટણીમાં જોવા મળી શકે છે.

 

શું કહ્યું ઇસુદાન ગઢવીએ ???

ઇસુદાન ગઢવીએ ભાજપના 182 બેઠક પર પ્રચાર યાત્રા પર કટાક્ષ કહ્યું કે ભાજપ ભલે ગમે એટલા પ્રયાસ કરે. પરંતુ ગુજરાતની જનતા હવે ખોટા વાયદાઓથી હેરાન થઈ ગઈ છે. જનતાને પણ ભાજપની નીતિની જાણ થઈ ગઈ છે, તેથી ખોટા વાયદા આપતી સરકારનો સફાયો કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. 

 


ઇસુદાન ગઢવીના એક બાદ એક ભાજપ પર નિશાના !!!

વધુમાં ઇસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હવે ગુજરાતને બચાવવું પડશે. અત્યારે ભાજપના શાસનમાં હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ રેકેટ, નકલી નોટોનો વેપાર, ઝેરી દારૂનો વેપાર, રોજ થતી હત્યાઓ તથા ભાજપના નેતાના પુત્ર દ્વારા દિવસના અજવાળે આચરાતી હત્યાને રોકવી પડશે. અત્યારે પરિવર્તન લાવવું જરૂરી છે. 

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે