ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીને વોટ આપવાના ગણાવ્યા ફાયદા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 17:13:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં લાગી જતી હોય છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાને ગુજરાતમાં સ્થાપવા પ્રયત્ન કરી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપની સરકાર બનશે તેવો દાવો કરી રહ્યા છે ત્યારે ઈસુદાન ગઢવી પણ આ વાતને સમર્થન આપી રહ્યા છે.

આમ આદમી પાર્ટીને વોટ આપવાથી મળશે સારી સુવિધા 

આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને અનેક વાયદાઓ કર્યા છે. જેમાં શિક્ષણ, સારૂ સ્વાસ્થય, વીજળી જેવા અનેક મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. ત્યારે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસને વોટ આપવાથી કઈ નહીં મળે. પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપવાથી સારી શાળા, હોસ્પિટલ, વીજળી જેવી સુવિધાઓ મળશે.

કેજરીવાલના પ્રવાસનો આજે અંતિમ દિવસ          

અરવિંદ કેજરીવાલ આપનો પ્રચાર કરવા 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવ્યા છે.  પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી ગણાવવામાં આવ્યા હતા. જે બાદ અનેક વાદ-વિવાદ સર્જાયા હતા. ત્યારે આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વાયદાઓ કર્યા અને આપ પ્રત્યે લોકોને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો.  


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે