દેશમાં 100થી વધુ જગ્યાઓ પર IT વિભાગના દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 11:55:52

જમાવટ UPDATE સ્ટોરી... 


ચૂંટણી નજીક આવતા આયકર વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે. આયકર વિભાગે દેશમાં 100થી વધુ જગ્યાઓ પર રેડ કરી હતી. ટેક્સ ચોરી તેમજ પોલિટીક્લ ફંડિંગને ધ્યાનમાં રાખી  તપાસનો પ્રવાહ ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો હતો. બોગસ પાર્ટી ફંડિંગ તેમજ કર ચોરીને ધ્યાનમાં રાખી બુધવારે આયકર વિભાગે દેશના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. 


IT વિભાગની ઉત્તર પ્રદેશમાં કાર્યવાહી

ઉત્તર પ્રદશમાં આઈ.ટી વિભાગની ટીમે ઘડિયાલની દુકાનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન સુલ્તાનપુરની એક ઘડિયાળનો દુકાનદાર પણ આવા બોગસ પાર્ટીનો અધ્યક્ષ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણકારી મળી કે 3 વર્ષમાં પ્રાપ્ત થયેલા 370 કરોડના ડોનેશનની પણ માહિતી નથી કે ડોનેશનના પ્રમાણ પત્ર પણ નથી. 


IT વિભાગની મુંબઈમાં કાર્યવાહી

તે ઉપરાંત મુંબઈમાં પણ તપાસ દરમિયાન ઝૂપડીમાં રેડ કરી હતી. આ ઝૂપડીમાં સ્થિત એવી પાર્ટી મળી જેણે છેલ્લા 2 વર્ષમાં 100 કરોડ જેટલું ડોનેશન લીધું છે. આવી જ એક અન્ય બોગસ પાર્ટી મુંબઈ મુંબઈના બોરીવલ્લીથી મળી આવી. આ બાગસ પાર્ટીના કનેક્શન અમદાવાદથી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


ઈન્કમ ટેક્ષમાંથી રાહત મળી રહે તે માટે આવી બોગસ રાજકીય પાર્ટીઓ ઉભી કરી પૈસાની લેવડ-દેવડ કરતા હોય છે. બોગસ પાર્ટીની રચના કરી ટેક્સ ચોરી કરવાની નવી પદ્ધતિ સામે આવી છે.



96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે.