પાંચ દિવસ વરસાદ પડી શકેઃ ગુજરાત હવામાન વિભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:44:44

ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી કીધું હતું કે આગલા પાંચ દિવસ વરસાદ પડી શકે છે. આજના દિવસે પણ ગુજરાતના ઘણા  જિલ્લામાં વરસાદ પડી શકે છે. કારણ આપતા તેમણે કહ્યું હતું કે હિંદ મહાસાગરની બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે.


દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરના દિવસે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં વરસાદ પડવાની સંભાવના છે. ગાજવીજ સાથે આખા ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં હાલ ગરમીનું પ્રમાણ વધીને 38 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે અને લોકો પરસેવાથી રેબજેબ થઈ રહ્યા છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે વરસાદ પહેલા ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 


હવામાન વિભાગના આ ફોટોમાં જિલ્લાવાર માહિતી દેખાય છે. આ ફોટોમાં દેખાય છે કે 13 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત, નર્મદા, તાપી, ડાંગ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે.  


આવતીકાલે વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે આટલા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. 



  






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે