કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ મુદ્દે જગદીશ ઠાકોરે કરી સ્પષ્ટી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 17:46:12

ગુજરાત વિધાનસભા ચુંટણી જેટલી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમાય રહ્યો છે. જ્યારે આપ દ્વારા 29 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પણ પોતાની યાદી ટુંક સમયમાં જાહેર કરશે . થોડા સમય પહેલા કોંગ્રેસના ઉમેદવારના સંભવિત નામ જાહેર થયા તેના પર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે હજુતો અમારી સ્કિનિંગ કમિટી પણ નથી બેઠી. હજુ અમારી પાસે ઉમેદવારીનું લિસ્ટ આવી રહ્યું છે. ક્યાંથી આ નામો ચાલી રહ્યા છે તે ખબર નથી. કોઈ ઓફિસિયલ ચર્ચા પણ નથી થઈ. નામ ડિકલેર કે ફાઇનલ થવાની વાત તો બાજુ પર રહી. ઉમેદવારો અને સંગઠનોને સાંભળવાનું શરૂ થયું છે. સ્કિનિંગ કમિટીની જે તારીખ હતી તે પદયાત્રાના કારણે રદ્દ થઈ છે અને હજુ બીજી તારીખ પણ નક્કી નથી થઈ. જે નામો સામે આવ્યા છે તેમાં કોઈ તથ્ય નથી અને તે મામલે કોઈ ચર્ચા નથી થઈ.


સ્કિનિંગ કમિટીની બેઠક મુલતવી

ગુજરાતમાં સત્તા મેળવવા કોંગ્રેસ અને આપ દમખમથી તૈયારીયો કરી રહ્યું છે. 2 દિવસ પેહલા કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જાહેર થવાના હતા પરંતુ જગદીશ ઠાકોરએ કહ્યું  હવે કોંગ્રેસના ઉમેદવારની યાદી મોડી જાહેર થશે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસની સ્કિનિંગ બેઠક પણ મુલતવી રાખવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી માટે રાહ જોવી પડશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે