જયસુખ પટેલને જામીન મળશે કે જેલ? મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ આજે કરશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2023-03-07 13:08:12

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના માટે દોષિત મનાતા ઓરેવા ગ્રુપના એમ ડી જયસુખ પટેલ છેલ્લા 27 દિવસથી જેલમાં બંધ છે. જયસુખ પટેલે મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે અંગે આજે કોર્ટ ફેંસલો સંભળાવશે.અત્રે ઉલ્લેખનિય છે કે જયસુખ પટેલની જામીન અરજી પર ત્રણ દિવસ અગાઉ સુનાવણી યોજાઈ હતી જેમાં કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળી હતી. 


કોર્ટમાં શું દલીલો થઈ?


જયસુખ પટેલની જામીન અરજી પર  મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ગત 4 માર્ચે કોર્ટમાંસુનાવણી યોજાઈ હતી. જામીન મુદ્દે બંને પક્ષના વકીલોએ જોરદાર દલીલો રજૂ કરી હતી. જયસુખ પટેલના વકીલે હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને દલીલ રજૂ કરી હતી કે, બેંકનું કામ અને પીડિતોને વળતર ચૂકવવા માટે જયસુખ પટેલને વચગાળાના જામીન મંજૂર કરવા જોઈએ. જો કે સરકારી વકીલે સામે દલીલો રજૂ કરતા કહ્યું કે,  જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા. વળી તે એક મહિનાથી જેલમાં બંધ છે,  છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી. જે બાદ નામદાર મોરબી કોર્ટે  જામીન અંગે ચુકાદો આપવાની તારીખ આગામી 7મી માર્ચ નિર્ધારીત કરી હતી.


 HC એ વળતરનો કર્યો હતો આદેશ


મોરબી બ્રીજ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને મૃતકના પરિવારજનોને રૂ.10-10 લાખ અને ઘાયલોને રૂ. 2-2 લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. તે સમયે હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી.


મામલો શું છે?


મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે આ પુલ 5 દિવસમાં જ તૂટી પડ્યો હતો અને 135 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો. આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર રાજ્ય અને દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. આ બ્રિજનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે