જામનગરમાં આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું નિધન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-26 18:30:06

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 

એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું છે. ત્યારે જામનગર શહેરના વોર્ડ નંબર ૩થી સમાચાર સામે આવ્યા છે કે , આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું છે. ગઈકાલે તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી: આજે ફરી છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતાં : જ્યાં મૃત્યુ નિપજતા શોકનો માહોલ છે. આ સમગ્ર મામલે , આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે , " આમ આદમી પાર્ટીમાંથી જામનગર મહાનગરપાલિકાના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું અકાળે દુઃખદ અવસાન થતા હું શોકની લાગણી અનુભવું છું અને સ્વર્ગસ્થ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સદગતના પરિવારજનોને આ દુઃખદાયી પરિસ્થિતિને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ." 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે કાળઝાળ ગરમી વચ્ચે યોજાઈ છે ત્યારે , સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં પેટલાદ તાલુકાના બુથ નંબર 1 પર ફરજ બજાવી રહેલા કર્મચારી અમિત સોલંકીએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે.  આજે મતદાન કરવામાં સૌથી આગળ મોરબી રહ્યું છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે