Jamawat Election Yatra પહોંચી Bhavnagarના એવા વિસ્તારમાં જ્યાં ભાજપના નેતાઓની છે પ્રવેશ બંધી! સાંભળો ક્ષત્રિય સમાજના લોકોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-03 15:16:56

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ... ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો... પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી લીધી પરંતુ આ વિવાદ શાંત થવાના બદલે વધતો જઈ રહ્યો છે.. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી ભાવનગરના એ ગામમાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકો મોટા પ્રમાણમાં વસે છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને તેમણે વખોડ્યું હતું...        

ભાવનગરના એ ગામ પહોંચી જમાવટની ટીમ જ્યાં... 

પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ ક્ષત્રિય રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યો હતો.. ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે.. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક જગ્યાઓ એવી છે જ્યાં ભાજપના નેતાઓના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી છે.. અનેક જગ્યાઓ પર વિરોધના પોસ્ટર લાગ્યા છે.. ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા ભાવનગરનાએ ગામમાં પહોંચી હતી જ્યાં ભાજપના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી..



ક્ષત્રિય સમાજના લોકોમાં જોવા મળ્યો રોષ!

જામનગરના સોમનાથ નગરમાં જમાવટની ટીમ પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહે છે... મુખ્ય પ્રશ્નો અહીંયા પરષોત્તમ રૂપાલાને લઈ પૂછવામાં આવ્યો હતો કારણ કે ઘણા સમયથી આ મુદ્દો ચાલ્યો છે પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું...! જ્યારે મતદાતાને પૂછવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજ કઈ બાજુ છે તો તેમણે કહ્યું કે પહેલા ભાજપ સાથે જ હતા  પણ હવે રૂપાલાભાઈ દ્વારા જે વિધાનો કર્યા તે આજ પછી ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધમાં આવી ગયો છે... ભાજપના વિરૂદ્ધમાં જ મતદાન કરીશું તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. રૂપાલાને હટાવો તેવી અમારી માગ હતી પરંતુ...


સ્થાનિકોના જણાવ્યા અનુસાર ક્ષત્રિય સમાજનો શું છે ઉદ્દેશ? 

બીજા એક મતદારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અમારો એક જ  મત હતો કે રૂપાલાની ટિકીટ કાપવામાં આવે.. ક્ષત્રિય સમાજનો બીજો કોઈ ઉપદ્દેશ્ય ન હતો.. પણ આમનો અહંકાર સાતમે આસમાને હતો.. તે સિવાય પણ તેમણે આંદોલનની વાત કરી હતી..તેમણે કહ્યું કે પહેલા ઉપદ્દેશ્ય હતું કે રૂપાલાને હટાવો, પરંતુ ભાજપે તેમને ના હટાવ્યા જેને કારણે હવે મત થઈ ગયો છે કે ભાજપને હટાવો..! તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો એક જ ઉપદ્દેશ્ય છે 7 તારીખે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું.. તે સિવાય પણ અનેક મતદાતાઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.. મહિલાઓનો રોષ પણ છલકાઈ આવ્યો હતો.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે