મતદાતાનો મિજાજ જાણવા Porbandar પહોંચી Jamawat Election Yatra,Loksabha ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાશે, અર્જુન મોઢવાડિયા માટે લોકો વિચારે છે કે..


  • Published By :
  • Published Date : 2024-04-25 18:38:56

લોકસભા ચૂંટણીના મતદાનની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે.. ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી અને ત્યાંના મતદાતાઓનો મિજાજ શું છે તે જાણવાની કોશિશ કરી હતી... આ બેઠક પર પેટા ચૂંટણી એટલા માટે થવાની છે કારણ કે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ બેઠકના લોકો લોકસભા ચૂંટણીને લઈ અને પેટાચૂંટણીને લઈ શું વિચારે છે તે સમજીએ....   

ધારાસભ્ય જ્યારે પક્ષ પલટો કરી લે છે ત્યારે... 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર મતદાતાઓને બે વાર મતદાન કરવું પડશે... એક લોકસભા માટે જ્યારે બીજું પેટા ચૂંટણી માટે.. આ વિધાનસભા બેઠક પર મતદાતાઓએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા હતા. પોતાનો કિંમતી મત આપી તેમણે ધારાસભ્ય બનાવ્યા હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તે ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે જમાવટની ટીમે કોશિશ કરી હતી એ જાણવાની કે ત્યાંના મતદાતાઓ ધારાસભ્યના પક્ષ પલટાને લઈ શું વિચારે છે અને લોકસભા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા કયા મુદ્દાઓને ધ્યાનમાં લે છે...

પોરબંદર લોકસભા બેઠકના આ છે ઉમેદવાર 

જમાવટની ટીમ પહોંચી હતી પોરબંદરના દરિયા કિનારા, ત્યાં ઉપસ્થિત લોકો લોકસભા બેઠકના ઉમેદવારો વિશે શું માને છે તે જાણવા.. લોકસભા ચૂંટણીના ઉમેદવારની વાત કરીએ તો પોરબંદર બેઠક માટે ભાજપે મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન તરફથી લલિત વસોયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે... જ્યારે  મતદાતાઓનો કોણ જીતશે તેનો પ્રશ્ન પૂછવામાં  આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આવશે તો ભાજપ જ.... ભાજપને કારણે પોરબંદરમાં શાંતિ છે તેવી વાતો મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..

અર્જુન મોઢવાડિયાને લઈ મતદાતાઓએ કહી આ વાત 

જ્યારે અર્જુન મોઢવાડિયા અંગે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો કે ભાજપમાં જોડાઈ એટલા માટે ગયા કારણ કે ભાજપમાં રહીને વિકાસ થઈ શકે.. ભાજપમાં જોડાયા બાદ તેઓ કામો કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ભાજપનો સપોર્ટ લેવા માટે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા તેવી વાત મતદાતા દ્વારા કરવામાં આવી. 


વડાપ્રધાન મોદીને લઈ લોકો શું વિચારે છે? 

રોજગારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જો પોરબંદરમાં ઉદ્યોગ નહીં આવે તો પોરબંદરનો વિકાસ અટકી જશે.. પોરબંદરની દયાજનક પરિસ્થિતિ છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. જ્યારે પ્રધાનમંત્રી તરીકે કોને જોવે છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદીને.... વિકાસને કારણે બીજેપી આવશે તેવી વાત મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..  પોરબંદરના લોકો પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાને પસંદ કરશે તો જવાબમાં મતદાતાઓએ કહ્યું કે કોંગ્રેસમાં રહીને તેઓ કામ ના કરી શકતા હતા તેને કારણે તેઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે જોવાનું રહ્યું કે પોરબંદરની જનતા કોને પસંદ કરે છે....  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે