Jamawat News Bulletin : Nirmala Sitharaman આજે રજૂ કરશે બજેટ, ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો....


  • Published By :
  • Published Date : 2024-02-01 09:23:53

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. દરેકની નજર આ બજેટ પર રહેલી છે કારણ કે આવનાર થોડા મહિનાઓમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ બજેટમાં મુખ્યત્વે રોજગારી પર વધારે ધ્યાન સરકાર આપી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. રેલવેને લઈ તેમજ મહિલાઓને લઈ બજેટમાં કઈ રજૂ થઈ શકે છે તેવું અનુમાન છે. જો શિડ્યુલની વાત કરીએ પહેલા ફોટો સેશન થશે, રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ નાણામંત્રી કરવાના છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સરકારની કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે અને તે બાદ નાણામંત્રી લોકસભા પહોંચશે અને 11 વાગે તે બજેટ રજૂ કરવામાં આવશે.        

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડને લઈને થઈ રહેલી અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. કથિત જમીન કૌભાંડમાં ઈડીની પૂછપરછથી ભાગતા હેમંત સોરેનની ધરપકડ રાંચીથી કરવામાં આવી. ઈડીના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. મીડિયા રિપોર્ટ અનુસાર 7 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ પણ ઈડી સોરેનના જવાબોથી સંતુષ્ટ ન થતાં ઈડીએ તેમની ધરપકડ કરી લીધી. ત્યારબાદ હેમંત સોરેન રાજભવન પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમના સ્થાને ચંપઈને મુખ્યમંત્રી બનાવવાની ભલામણ કરી છે. ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. 

ઉત્તર પ્રદેશની વારાણસીની જિલ્લા કોર્ટે હિંદુ પક્ષના હક્કમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પવિત્ર યાત્રાધામ વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જીદ પરીસરમાં આવેલા વ્યાસ તહેખાનામાં હિંદુપક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટી તંત્રને બેરિકેડિંગ હટાવવાની વ્યવસ્થા 7 દિવસમાં કરવાનો હુકમ આપ્યો છે. આ તહેખાનું મસ્જિદની નીચે છે. હવે ત્યાં નિયમિત પૂજા અર્ચના થશે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના કરાવવામાં આવશે. વારાણસીની જિલ્લા કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે જે વ્યાસજીનું તહેખાનું છે, હવે તેના કસ્ટોડિયન વારાણસીના જિલ્લા મેજીસ્ટ્રેટ થઈ ગયા છે, તેથી વિશ્વનાથ મંદિરના જે પૂજારી છે તે જ આ તહેખાનાની સાફ-સફાઈ કરાવશે. ત્યાં જે બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે, તેને હટાવવામાં આવે અને ફરીથી તહેખાનામાં નિયમિત રીતે પૂજા કરાવવામાં આવે.

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે સામાન્ય રીતે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવતો હોય છે. પરંતુ આજે સમાચાર આવ્યા કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયા જેટલાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો પડ્યો છે. આઈઓસીએલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે થોડા સમય પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ફરી એક વખત ઈડીએ સમન્સ પાઠવ્યું છે. ઈડીએ કેજરીવાલની પૂછપરછ કરવા માટે પાંચમી વખત સમન્સ મોકલ્યું છે. કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કેજરીવાલ આ વખતે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે કે નહીં તે નક્કી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે. આ પહેલા ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સને મુખ્યમંત્રી કેજરીવાલે બદલાની કાર્યવાહી ગણાવી હતી. આ અગાઉ ઈડીએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર, અને 2 નવેમ્બરના રોજ દિલ્હી સીએમને સમન મોકલ્યું હતું. જો કે  તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોંતા.  




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.