Jamawat Impact : બાલાસિનોર MGVCLના વીજકર્મચારી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી, નશાની હાલતમાં કર્મીએ ફોન પર બોલી હતી ગાળો


  • Published By :
  • Published Date : 2023-10-17 17:13:18

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો માત્ર કાગળ પર છે તેવી વાતો, તેવા કિસ્સાઓ, તેવી ઘટનાઓ આપણી સામે આવે છે. દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવી વાતો જમાવટ દ્વારા અનેક વખત કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી કાયદાનો કડક અમલ ક્યારે કરવામાં આવશે તે એક સવાલ છે. ત્યારે એક ઓડિયો મહીસાગરથી સામે આવ્યો જેમાં વીજ કર્મચારી દારૂના નશામાં ગ્રાહક સાથે ગેરવર્તન કરતો હતો. વાતચીત દરમિયાન ગાળો બોલતો હતો. જમાવટે આ ઓડિયોને લઈ સમાચાર બનાવ્યા હતા જેની ઈમ્પેક્ટ થઈ છે. બાલાસિનોર MGVCLમાં ગ્રાહક સાથે કન્ટ્રોલ રૂમ નંબરથી ગેરવર્તણૂક કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાઈ છે. કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.  

ફોન પર વાતચીત દરમિયાન વિજ અધિકારીએ કર્યું હતું ગેરવર્તન 

જમાવટના ન્યુઝની ધારદાર અસર અનેક વખત જોવા મળતી હોય છે. સમસ્યા જ્યારે બતાવવામાં આવે છે ત્યારે તેની પર કાર્યવાહી કરવામાં આવે છે અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે. ત્યારે દારૂબંધી ગુજરાતમાં નથી એ વાત તો અનેક વખત જમાવટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે મહીસાગરથી આવેલા ઓડિયોને લઈ જમાવટે એક ન્યુઝ ચલાવ્યા હતા. થોડા દિવસો પહેલા વીજ લાઈનની કમ્પ્લેન કરવા માટે એક ગ્રાહકે કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. ત્યાં હાજર રહેલા કર્મચારીએ નશાની હાલતમાં તે ગ્રાહક સાથે વાતચીત કરી હતી. અને આખી વાતચીત દરમિયાન તે ગાળો બોલતો રહ્યો. 


ગાળો બોલનાર વીજ અધિકારીને કરાયો સસ્પેન્ડ

જમાવટ દ્વારા આ ન્યુઝ પ્રસારિત કરવામાં આવ્યા અને તેની ધારદાર અસર, તેની ઈમ્પેક્ટ જોવા મળી છે. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એમ.એન.ઝાલાને MGVCL વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઓડિયોમાં તે કર્મચારી બોલી રહ્યો હતો કે હું દારૂ પીવા બેઠો છું પછી ફોન કર તેમ કહી  ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું હતું. આ ઓડિયો બાદ એ કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ, એવા વીડિયો આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદા પર તમાચા સમાન હોય છે. ગુજરાતમાં અનેક વખત દારૂના જથ્થા મોટા પ્રમાણમાં પકડવામાં આવે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.