Jamawatએ કરી Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava અને Mansukh Vasava સાથે વાત, જાણો શું છે તેમના વિઝન?


  • Published By :
  • Published Date : 2024-05-02 17:55:46

ભરૂચ લોકસભા બેઠક સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે... આ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છેલ્લા અનેક દાયકાઓથી સાંસદ છે.. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. તો સામે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... બંને પાર્ટીના ઉમેદવારો આગામી પાંચ વર્ષમાં પોતાના મતવિસ્તારમાં શું કામો કરશે, તેમના વિઝન શું છે તે જાણવા જમાવટ જનતા વતી ઉમેદવારને ફોન કરે છે અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરે છે.. 

મનસુખ વસાવા પાસે માગ્યો પાંચ વર્ષનો હિસાબ

મનસુખ વસાવા આ વખતે ભલે ઉમેદવાર છે પરંતુ તે અનેક વર્ષોથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે.. ત્યારે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં પોતાના મત વિસ્તાર માટે શું કામ કર્યા તે અંગેનો સવાલ કરવામાં આવ્યો હતો.. પાંચ વર્ષનો હિસાબ ગણાવતા તેમણે કહ્યું કે જે જમીન જંગલની જમીન હતી તે વર્ષોથી ખેડતાતા એવા  આદિવાસી પરિવારોને જમીન અપાવી.. ઉપરાંત એવા અનેક ખેડૂતોની પણ વાત કરી જે સિંચાઈથી વંચિત હતા તેમને અનેક યોજનાઓથી લાભ અપાવ્યા. સ્થાનિક લોકોને રોજગાર મળે તેવી વ્યવસ્થામાં કરવામાં આવી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય અનેક કામોની વાત કરી હતી. 


શું છે ચૈતર વસાવાનું વિઝન?

જ્યારે ચૈતર વસાવાને તેમના વિઝન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે જો તે જીતીને આવે છે તો તે સાતે સાત વિધાનસભામાં જનસંપર્ક કાર્યાલય ખોલશે. યુવાનોને કાયમી નોકરીઓ મળે તેવા પ્રયત્નો તે કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. તે ઉપરાંત શિક્ષણની વાત કરતા કહ્યું કે સારૂ અને સસ્તુ શિક્ષણ મળે તેવી તે વ્યવસ્થા કરશે.. ભ્રષ્ટાચાર નાબુદી કરવાનું કામ તે કરશે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે આ લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોણ જીતે છે?        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે