જમાવટનું Weather Analysis : આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ, જાણો વરસાદને લઈ અંબાલાલ કાકાએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-13 12:18:16

દેશમાં તેમજ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં એક બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અનુમાન લગાવવામાં આવે છે. કયા જિલ્લામાં વરસાદ થશે ઉપરાંત કેટલો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવે છે. જો કોઈ જગ્યાએ વધારે વરસાદ થવાનો હોય તો હવામાન વિભાગ ઓરેન્જ, રેડ તેમજ યેલો એલર્ટ જાહેર કરે છે. ત્યારે આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરી છે.  

અનેક જિલ્લાઓમાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ 

હવામાન વિભાગે આજ માટે એટલે કે 13 જુલાઈ માટે આગાહી કરી છે જે મુજબ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર રાજકોટ અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી મુજબ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં  હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં થોડાક સ્થળોએ વરસાદ થઈ શકે છે. 

 

15 જુલાઈ બાદ ગુજરાતમાં થશે સાવર્ત્રિક વરસાદ 

વરસાદી માહોલ 15 જુલાઈએ પણ યથાવત જોવા મળી શકે છે. 15 તારીખ બાદ સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સોરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં થોડાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. 16 જુલાઈના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અને દીવમાં થોડાક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


18 જુલાઈ માટે પણ કરાઈ છે વરસાદની આગાહી 

17 જુલાઈએ પણ વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ગુજરાતના તમામ જિલ્લામાં અને દમણ દાદરા નગર હવેલીના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવમાં થોડાક સ્થળોએ વરસાદ પડી શકે છે. તે ઉપરાંત દમણ દાદરાનગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં અને દીવ દમણની ઘણી જગ્યાએ 18 જુલાઈએ વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ કરી આગાહી

મહત્વનું છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ કંઈક આવી જ આગાહી કરવામાં આવી છે. 15 જુલાઈ બાદ વરસાદ ગુજરાતને ધમરોળશે. 15 જુલાઈ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેશે, ત્યારબાદ 15થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બની દેશાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપશે. ઉલ્લેખનિય છે કે સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો છે. ચોમાસું ભલે મોડું આવ્યું પરંતુ ધોધમાર વરસાદ લઈને આવ્યું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.