Jamawat Weather Analysis : જતા જતા જાણો વરસાદ ક્યાં બોલાવશે ધબધબાટી, Ambalal Patelએ કરી છે આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-26 16:55:24

વરસાદ ટૂંક સમયમાં ગુજરાતમાંથી વિરામ લઈ લેવાનો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવાને આરે છે. સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વરસ્યો હતો. ઓગસ્ટ મહિનામાં તો વરસાદ વરસ્યો ન હતો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી દીધી હતી. અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ જતા જતાં  સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરતો જશે.   

કોઈક જગ્યાઓ પર જ વરસી શકે છે છુટો છવાયો વરસાદ 

ગુજરાતમાં વરસાદે સપ્ટેમ્બર મહિનામાં ધબધબાટી બોલાવી હતી. રાજ્યમાં સરેરાશ 100 ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો છે પરંતુ અનેક જિલ્લાઓ એવા નોંધાયા છે જ્યાં વરસાદની ઘટ હોય. ગાંધીનગર તેમજ અમદાવાદનું નામ આ લિસ્ટમાં હતું. ત્યારે હવે ગુજરાતમાં વરસાદ વિરામ લેવાને આરે છે. થોડા દિવસો પછી ચોમાસાની સિઝન પૂર્ણ થઈ જશે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદ નહીં વરસે. કોઈ એકાદ જગ્યા પર છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ કેટલીક જગ્યાઓ પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.


નવરાત્રી દરમિયાન આવશે વરસાદ - અંબાલાલ પટેલ

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં વરસાદની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં સામાન્ય 34થી 36 તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ચોમાસાની વિદાય અંગે આગાહી કરી હતી. વરસાદના વિદાયને લઈ તો આગાહી કરી છે પરંતુ સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ વધશે તેવી વાત પણ તેમણે કહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં આ સમયમાં વરસાદ પડે તેવી શક્યતા છે. સાથે સાથે એવી પણ આગાહી કરી કે ઓક્ટોબર મહિનામાં એટલે કે નવરાત્રીના સમય દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 

ક્યાં કેટલો વરસાદ પડ્યો?

જો રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ 69 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 144 તાલુકા એવા છે જે 20થી 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હોય તેવા 38 તાલુકાઓ છે. એવી પણ માહિતી સામે આવી છે કે આખી સિઝન દરમિયાન 10 ઈંચથી ઓછો વરસાદ કોઈ પણ તાલુકામાં નથી વરસ્યો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે