Janmashtamiનો દિવસ આટલા લોકો માટે બન્યો જીવનનો અંતિમ દિવસ, એક જ દિવસમાં Rajkotમાં Heart Attackને કારણે થયા આટલા મોત


  • Published By :
  • Published Date : 2023-09-08 12:01:11

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે હૃદય હુમલો માત્ર એ લોકોને આવે જેની ઉંમર થઈ ગઈ હોય. વૃદ્ધ લોકો હાર્ટ એટેકનો ભોગ બને છે. પરંતુ સમયની સાથે સાથે ખાન પાન બદલાયું,, લાઈફ સ્ટાઈલ બદલાઈ, ખોરાક બદલાયો. આ બધાની અસર આપણા હેલ્થ પર સૌથી પહેલા પડે છે. કદાચ આ કારણ પણ હોઈ શકે છે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓનું કારણ. આજે હાર્ટ એટેકની વાત એટલા માટે કરવી છે કારણ કે ગઈકાલે રાજકોટમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 


રાજકોટમાં ત્રણ લોકોના ગયા હાર્ટ એટેકને કારણે જીવ 

હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ તો અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય અથવા તો થઈ રહ્યા હોય તેવા સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે. તંદુરસ્ત દેખાતો વ્યક્તિ ગમે ત્યારે બેહોશ જાય છે અને જ્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યાં તો તેમને મૃત જાહેર કરી દેવામાં આવે છે. લોકો સારવાર કરાવી શકે તેટલો સમય પણ નથી હોતો. ગઈકાલે જ હાર્ટ એટેકને કારણે માત્ર રાજકોટમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.એક મહિલાએ અને બે પુરૂષોએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. 


ચગડોળમાં બેઠેલી મહિલાને આવ્યો હાર્ટ એટેક 

જન્માષ્ટમીને લઈ અનેક જગ્યાઓ પર મેળાનું આયોજન થતું હોય છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. જે યુવતીનું મોત થયું છે તેમનું નામ અંજનાબેન ગોંડલીયાનું છે અને મળતી માહિતી અનુસાર તેમની ઉંમર 20 વર્ષની હતી. ચકડોળમાં યુવતી બેઠી હતી અને અચાનક ચક્કર આવ્યા. સારવાર અર્થે યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેનું મોત થઈ ગયું હતું. 


હાર્ટ એટેકે લીધો બીજા બે લોકોનો ભોગ  

હાર્ટ એટેકને કારણે 25 વર્ષીય જતીન સરવૈયા નામના વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. જન્માષ્ટમીના  કાર્યક્રમ નિમીત્તે ડેકોરેશન ચાલી રહ્યું હતું અને તે દરમિયાન યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ત્રીજો જે હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે તેમાં યુવાન પોતાના ઘરમાં બેઠો હતો. ઘરમાં જ અચાનક વિજય મેઘનાર્થી નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેમનો જીવ જતો રહ્યો. 



શાળામાં ભણતા વિદ્યાર્થીઓના પણ થાય છે હાર્ટ એટેકને કારણે મોત

મહત્વનું છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ઘણો વધારો જોવા મળ્યો છે. એવું પણ લોકો માની રહ્યા છે કે વેક્સિનની સાઈડઈફેક્ટને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા સરકાર પણ ચિંતિત થઈ છે. હાર્ટ એટેકના કિસ્સાઓ એ હદે વધી રહ્યા છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેનો ભોગ બની રહ્યા છે. છેલ્લા થોડા સમયથી એવા કિસ્સાઓ સાંભળવામાં આવી રહ્યા છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.