જયનારાયણ વ્યાસે ભાજપ સામે મોરચો માંડ્યો, સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવાર માટે કર્યો પ્રયાર


  • Published By :
  • Published Date : 2022-11-27 17:42:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસોના બાકી રહ્યા છે ત્યારે રાજકારણના અવનવા રંગરૂપ જોવા મળી રહ્યા છે. રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે એ જાહેરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરતા રાજકારણ ગરમાયું છે.


જયનારાયણ વ્યાસે આપ્યો ચંદનજી ઠાકોરને ટેકો 


જયનારાયણ વ્યાસે પાટણની સિદ્ધરપુર વિધાનસભા બેઠકના વામૈયા ગામે કોગ્રેસની જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ડો.જયનારાયણ વ્યાસે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી છે. આ સભામાં તેમણે સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મોટી લીડથી જીતાડવા લોકોને હાકલ કરી છે.


ભાજપથી નારાજ હતા


જયનારાયણ વ્યાસ છેલ્લા ઘણા દિવસથી ભાજપના ટોચના નેતાઓથી નારાજ હતા. જયનારાયણ વ્યાસે 20 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપ્યું હતું.  જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે નિવેદન આપ્યું હતું કે, ‘નેતાઓના કોઈ પણ સંબંધીઓને ટિકિટ નહીં મળે, જયનારાયણ વ્યાસ બાબતે પણ પાટિલે જણાવ્યું હતું કે 75 વર્ષ થયા હોવાથી પાર્ટી ટિકિટ નહીં આપી શકે. જયનારાયણ વ્યાસે અમને રાજીનામું મોકલ્યું છે અમે તેમના રાજીનામાનો સ્વીકાર કાર્યો છે.’ પાટીલના આ નિવેદનની જયનારાયણ વ્યાસ ટીકા કરી કરી હતી.


સિદ્ધપુરમાં ત્રિપાંખિયો જંગ


સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂત વચ્ચે જંગ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે